- ચૂંદડીના કારણે યુવતીનું થયું મોત
- મશીનમાં ચૂંદડી ફસાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
- સારવાર દરમિયાન યુવતીનું થયું મોત
રાજકોટ : જિલ્લાના ચુડા તાબેના કુંડલા ગામની એક યુવતી પિતાને પાણી આપવા ગઈ હતી, ત્યારે ચૂંદડી મશીનની ચેઇનમાં ફસાતા તે પડી ગઈ હતી અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત થયું હતું. ચુડા ગામની 18 વર્ષની યુવતી તડકાથી બચવા માથે ચૂંદડી ઓઢી હલર મશીન પાસે કામ કરી રહી હતી. જે દરમિયાન ચૂંદડી મશીનમાં ફસાઈ જતા યુવતી પડી ગઈ હતી, જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ યુવતીએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આ પણ વાંચો :બિહારમાં મકાઇ શેકતા 6 બાળકો આગમાં ભડથું થયા
ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાઈ જેના કારણે સર્જાયો અક્સ્માત
કુંડલાની જયા સુરેશભાઇ વનાણીને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી. તેના પિતા સુરેશભાઇ પશવાભાઇ વનાણી ગુરૂવારની સાંજે સાડા ચારેક વાગ્યે વાડીએ હલર મશીન પાસે કામ કરતાં હતાં. જે સમયે જયા તેને પાણી આપવા આવી હતી. તડકાથી બચવા તેણે ચૂંદડી ઓઢી રાખી હતી. પાણી આપવા હાથ લંબાવતાં ચૂંદડીનો છેડો ઉડીને મશીનમાં ફસાયો હતો અને એ સાથે તે ખેંચાઇ ગઇ હતી અને માથું મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થઇ હતી. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાગળો ચુડા પોલીસની મોકલવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : નબીપુર ગામમાં શ્વાનના હુમલામાં બાળકનું મોત