- બે ENT સર્જન ભાવનગરથી આવશે
- જિલ્લામાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા
- રાજકોટમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 400 બેડ ઉભા કરવામાં આવ્યા
રાજકોટઃજિલ્લામાં મ્યુકોરમાઇકોસિસના કેસ વધતા વહીવટી તંત્ર દ્વારા 400 બેડ સાથેનો અલગ મ્યુકોરમાઇકોસિસ માટે વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે 1 ENT સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં વધુ બે ENT સર્જન ભાવનગરથી રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવનાર છે. જે સર્જનની રાજકોટથી ભાવનગર ખાતે બદલી થઈ હતી. તેમને ફરી રાજકોટ ખાતે બદલી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ જામનગરમાં આજથી મ્યૂકોરમાઇકોસિસ રોગના દર્દીઓ માટે મેન્ટલ હોસ્પિટલ ખાતે સારવાર કેન્દ્ર શરૂ થશે