- રાજકોટ-ગોડલ હાઈવે પર આગનો બનાવ
- ગેસ પાઈન લાઈનમાં આગ લાગી
- નજીકમાં જ છે પેટ્રોલપંપ
- ફાયર વિભાગે ત્વરિત પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો
- ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહિ
રાજકોટ ગોંડલ હાઇવે પર ગેસની લાઈનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં - રોડ
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ કિસાન પેટ્રોલપંપ નજીક ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગી હતી. જો કે નજીકમાં જ પેટ્રોલપંપ હોવાથી ગંભીર સ્થિતિ હતી. જોકે આગ મોટું સ્વરૂપ પકડે તે પહેલાં જ ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે રસ્તા પર થોડા સમય માટે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો.
રાજકોટ- ગોંડલ હાઇવે પર ગેસની લાઈનમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
રાજકોટઃ રાજકોટ- ગોંડલ હાઇવે પર અચાનક વહેલી સવારે ગેસની પાઇપલાઇનમા આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઈને દરરોજ અહીંથી પસાર થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે આગ લાગવાના સ્થળથી નજીકમાં પેટ્રોલપંપ હોવાથી લોકોમાં ભય જોવા મળ્યો હતો. સમયસર ફાયરવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે આવીને આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.