- એકલવાયું જીવન જીવતા વૃદ્ધના મકાનમાં આગ લાગી
- ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગવાનું પ્રાથમિક તારણ
- વૃદ્ધનો ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ
રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ - જેતપુર રોડ
રાજકોટમાં ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અવેડા લાઈન વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. એકલવાયું જીવન જીવતા વૃદ્ધના મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે સમયસર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.

રાજકોટના અવેડા લાઈન વિસ્તારમાં ગેસ લીકેજના કારણે એક મકાનમાં આગ
રાજકોટઃ જેતપુર રોડ પર આવેલા અવેડા લાઈન વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના ઘરે એકાએક આગ લાગી ગઈ હતી. જોકે, હાલમાં ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. અને વૃદ્ધને બચાવી લીધા હતા. આગના કારણે ઘરમાં પડેલો ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાને લઈને ધોરાજી નગરપાલિકાના ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.