ગુજરાત

gujarat

ETV Bharat / city

મોટીમારડ ગામમાં ઘઉંના ઉભા પાકમાં લાગી આગ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા મોટીમારડ ગામે ઘઉંનાં ખેતરોમા આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સાથે બે ખેતરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વીજ કંપનીના વિજવાયરોમાં તણખાં ખરવાને કારણે આગ લાગી હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

મોટીમારડ ગામમાં ઘઉંના ઉભા પાકમાં લાગી આગ
મોટીમારડ ગામમાં ઘઉંના ઉભા પાકમાં લાગી આગ

By

Published : Mar 25, 2021, 11:03 PM IST

  • ઘઉંના ઉભા પાકમાં લાગી આગ
  • ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાન થવાનું એંધાણ
  • ફાયર ફાઈટર આગ પર કાબુ મેળવે તે પહેલા જ ઘઉં બળીને ખાક

આ પણ વાંચોઃ વિજયનગર: વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગતા લાખોનું નુકસાન

રાજકોટઃ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે ઘઉંના ઉભા પાકમાં ભીષણ આગ લાગ હતી. જેને અનુસંધાને ખેડૂતો પોતાને લાખો રૂપિયા નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા હતા. મોટીમારડ અને વાડોદર ગામ વચ્ચે આવેલા બે ઘઉંનાં ખેતરમાં વીજ શોર્ટ અને તણખાં જરતા ભીષણ આગ લાગી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા હતા.

ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાન થવાનું એંધાણ

ખેડૂતોની માંગ છે કે આ નુકસાનીનું વળતર જવાબદાર તંત્ર ચૂકવે

ખેડૂતોએ મીડિયાને જણાવ્યા મુજબ PGVCL (Paschim Gujarat Vij Company Ltd.)ને અગાઉ પણ તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વીજ તંત્ર દ્વારા ધ્યાને ન લેતાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ઘઉંના ખેતરમાં આગ લાગવા અંગે ધોરાજી ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. પણ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લે તે પહેલાં જ ઘઉં બળીને ખાક થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ખેરાલુના રામપુરા ગામે શંકાસ્પદ રીતે ઘઉંના ઉભા પાકમાં આગ ભભૂકી

ABOUT THE AUTHOR

...view details