ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત, ઘટના CCTVમાં કેદ - અકસ્માત ન્યૂઝ

રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલી મટુકી હોટેલ પાસે એક કારચાલકે આધેડને હડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે આ આધેડનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના CCTVમાં કેદ
ઘટના CCTVમાં કેદ

By

Published : Feb 28, 2021, 8:37 AM IST

  • કારચાલકે આધેડને લીધો હડફેટે
  • ઘટના CCTVમાં કેદ
  • સારવાર દરમિયાન આધેડનું થયું મોત

રાજકોટ: કાલાવડ રોડ પર બુધવારના સવારના સમયે કારે કરસન કાના ચાંડપા નામના આધેડને હડફેટે લીધા હતા. જે ઘટનામાં આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.

કારચાલક વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવતા પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને અકસ્માત સર્જીને ભાગી જનારા કારચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસે CCTV ફુટેજના આધારે આ મામલે વધુ તપાસ શરૂ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાની સાથે હવે ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.

કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત

ABOUT THE AUTHOR

...view details