- પોઝિટિવ દર્દીનો મોબાઈલ ટ્રેસ કરીને 8 દિવસમાં સંપર્કમાં આવેલા વ્યક્તિને કોરન્ટાઈન કરવામાં આવશે
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવનારા પર પોલીસ કાર્યવાહી કરશે
- રાજકોટમાં કરફ્યૂ અંગે સાંજ સુધીમાં આવી શકે નિર્ણય
રાજકોટ: રાજ્યમાં થોડા દિવસ પહેલા પુરા થયેલા તહેવારો અને શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે અમદાવાદમાં લાદવામાં આવેલા કરફ્યૂના કારણે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ કરફ્યૂ લાગૂ કરવામાં આવી શકે છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજકોટમાં પણ કરફ્યૂ લાગવાના એંધાણ જોવામાં આવી રહ્યા છે.
શુક્રવારે 45 પોઝિટિવ કેસ નોંધાયા
શુક્રવારના રોજ 45 જેટલા કેસો નોંધાયા છે, અત્યાર સુધીના 9936 જેટલા કેસ નોંધાય ચુક્યા છે. જેમાંથી 636 ડેટા પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવના કેસની સખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે પોલીસ તંત્ર ફરીથી સક્રિય બન્યું છે.