ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન કપલ વચ્ચે બબાલ, પોલીસ સામે પત્નીને ફડાકાવાળી - curfew in rajkot

કોરોનાના કેસ વધતા રાજકોટમાં હાલ રાત્રિ દરમિયાન કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે પોલીસ પણ રાત્રી કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરાવી રહી છે. આ સમયમાં રાજકોટમાં જોવા મળેલી એક વિચિત્ર ઘટનામાં માસ્ક વગર નીકળેલા કપલ વચ્ચે ઝઘડો થયો હતો અને પોલીસ સામે જ પતિએ પત્નીને તમાચો માર્યો હતો.

રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન કપલ વચ્ચે બબાલ, પોલીસ સામે પત્નીને ફડાકાવાળી
રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન કપલ વચ્ચે બબાલ, પોલીસ સામે પત્નીને ફડાકાવાળી

By

Published : Nov 29, 2020, 7:00 PM IST

  • રાજકોટમાં રાત્રિ કરફ્યૂદરમિયાન કપલ વચ્ચે બબાલ
  • પોલીસે માસ્ક ન પહેર્યુ હોવાને લીધે પત્ની સામે પગલા લે તે પહેલા દંપતિએ કરી બબાલ
  • ઘટનાનો વીડિયો થયો વાઇરલ

રાજકોટ: શહેરના ત્રિકોણબાગ નજીક રાત્રિ કરફ્યૂ દરમિયાન એક કપલ નીકળ્યું હતું. તેમાં પત્નીએ માસ્ક નહોતું પહેર્યું, માટે પોલીસે પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. આ મહિલાએ માસ્ક પડી ગયું હોવાનું કહીને પોલીસ સમક્ષ દલીલ કરતા પતિએ જાહેરમાં પોલીસ સામે પત્નીને ફડાકા માર્યા હતા. જો કે પોલીસે કપલને સમજાવ્યા બાદ જવા દીધા હતા.

રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન કપલ વચ્ચે બબાલ, પોલીસ સામે પત્નીને ફડાકાવાળી
વીડિયો વાઇરલ થતા બન્યો ચર્ચાનો વિષયરાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ સમક્ષ પતિ-પત્ની વચ્ચે બનેલી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં પતિએ પોલીસ સમક્ષ દલીલ કરતી પત્નીને તમાચો માર્યો હતો. ત્યારબાદ પોલીસે કપલને સમજાવીને ઘરે જવા દીધા હતા.

આ વાઈરલ વીડિયોની પુષ્ટિ ઇટીવી ભારત કરતું નથી.

ABOUT THE AUTHOR

...view details