- જાહેરનામા ભાંગનો નોંધાયો ગુનો
- અંતિમયાત્રામાં બહોળા પ્રમાણમાં લોકો પડયા હતા ઉમટી
- આઈપીસી 188 મુજબ નોંધાઈ ફરિયાદ
રાજકોટ: ગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા માર્ગ અકસ્માતમાં નિધન થયું હતુ. રફિકભાઈ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.