- રાજકોટમાં વૃદ્ધાનો પ્લોટ પડાવવા મામલે ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધાશે
- ભુમાફિયાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી
- રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ભુમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે. જ્યારે આ અંગે રાજ્યમાં જમીન પડાવતા ભુમાફિયાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન કોર્ટ દ્વારા રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં રહેતા વૃદ્ધાના પ્લોટને પચાવી પાડવા મામલે શખ્સો વિરુદ્ધ એક માસની અંદર રિપોર્ટ ફાઇલ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે ભુમાફિયાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવતા ભુમાફિયાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ
માતાએ પુત્રીના નામે કર્યો હતો પ્લોટ
સમગ્ર મામલે પર એક નજર કરીએ તો વર્ષ 1979ની સાલમાં જે હાલના ફરિયાદી લોહાણા વૃદ્ધા કિરણબેન વાઘજીભાઈ કોટકની માલિકીનો આશરે 515 ચોરસ મીટરવાળો પ્લોટ ભોમેશ્વર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લી માં પ્લોટ નં. 27થી આવેલો છે. જે પ્લોટ તથા વાઘજીભાઇની અન્ય મિલકતો સંદર્ભે શહેરી જમીન ટોચ મર્યાદાની જોગવાઈઓ મુજબ ULC શાખા દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ચાલુ કાર્યવાહી દરમિયાન 1979ની સાલમાં વાઘજીભાઈનું અવસાન થતા ફરિયાદીના માતા ULCમાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જ્યારે વર્ષ 2004ની સાલમાં મુક્તાબેનનું અવસાન થયું હતું અને અવસાન પૂર્વે મુકતાબેન એક રજીસ્ટર્ડ વીલ કરી પ્લોટ નં.27 તથા અન્ય મિલકતો ફરિયાદી કિરણબેન વાઘજીભાઈ કોટકને વારસામાં આપેલી છે.
આ પણ વાંચો:કુખ્યાત ડોન નઝીર વોરાનું કોર્ટમાં સરેન્ડર, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
મહિલાના ભાઈ, ભત્રીજાએ બોગસ દસ્તાવેજ બનાવ્યા
આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી કિરણબેનના જણાવ્યા અનુસાર તેમના ભાઈ તથા ભત્રીજા દ્વારા આ પ્લોટ ગેરકાયદેસર રીતે પચાવી પાડી ગેરકાયદેસર રીતે કબજો કરી પ્લોટ નં. 27ના બે ભાગ પાડવામાં આવેલા છે. તેવા બોગસ બનાવટી અને ખોટા દસ્તાવેજી પુરાવા સોસાયટીના ઉભા કરી પ્લોટ નં.27નો અડધા ભાગ પર ગેરકાયદેસર કબજો જમાવેલો હતો. આ અંગેની ફરિયાદ કિરણબેન દ્વારા સ્પેશિયલ અદાલતમાં કરવામાં આવી છે. જેમાં ભરત વાઘજીભાઈ કોટક તથા એડવોકેટ ભત્રીજા હરેશ પ્રવિણભાઈ, દિલીપ જ્યંતિલાલ દવે વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4, 5 હેઠળ ફરિયાદ કરેલી છે.