ગુજરાત

gujarat

ETV Bharat / city

એક તરફ લગ્ન અને બીજી તરફ પરીક્ષા, રાજકોટમાં લગ્ન મંડપમાંથી ભાવિ પતિ સાથે પેપર આપવા આવી યુવતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university)ની પરીક્ષાઓ (exams) ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન એક અનોખી ઘટના સામે આવી હતી. પરીક્ષા અને પોતાના લગ્ન (wedding)નો સમય એક સાથે હોવા છતાં યુવતીએ પરીક્ષાને પ્રધાન્ય આપીને પેપર આપ્યું હતું. પરીક્ષા આપ્યા બાદ યુવતીએ પોતાના ભાવિ પતિ સાથે લગ્ન કર્યા હતા.

એક તરફ લગ્ન અને બીજી તરફ પરીક્ષા, રાજકોટમાં લગ્ન મંડપમાંથી ભાવિ પતિ સાથે પેપર આપવા આવી યુવતી
એક તરફ લગ્ન અને બીજી તરફ પરીક્ષા, રાજકોટમાં લગ્ન મંડપમાંથી ભાવિ પતિ સાથે પેપર આપવા આવી યુવતી

By

Published : Nov 22, 2021, 7:19 PM IST

  • લગ્ન અને પરીક્ષાનો સમય એક થતા યુવતીએ પરીક્ષાને આપ્યું પ્રાધાન્ય
  • પરીક્ષા આપ્યા બાદ યુવતીએ ભાવિ પતિ સાથે લગ્ન કર્યા
  • પરીક્ષાની તારીખો જાહેર થાય તે પહેલા લગ્નની તારીખ થઈ હતી નક્કી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurashtra university)ની પરીક્ષા આજથી વિધિવત રીતે શરૂ થઈ રહી છે. ત્યારે આજે સવારથી જ અલગ-અલગ અભ્યાસક્રમની પરીક્ષા (exams) શહેરની કોલેજો (rajkot colleges)માં યોજાઇ હતી. પરીક્ષા દરમિયાન એક અનોખી ઘટના સામે આવી હતી, જેમાં એક યુવતી લગ્નમંડપ (wedding porch)માંથી સીધી જ પોતાના ભાવિ પતિ સાથે પરીક્ષા આપવા માટે કોલેજ ખાતે આવી હતી, જ્યાં તેણે પરીક્ષા આપી હતી અને ત્યારબાદ ફરી તે લગ્નમંડપમાં ભાવિ પતિ સાથે ગઈ હતી અને ફેરા ફર્યા હતા.

એક તરફ લગ્ન, બીજી તરફ લગ્ન

શિવાંગી બગથરીયા નામની યુવતીએ પહેલા પરીક્ષા આપી હતી અને ત્યારબાદ લગ્ન કર્યા હતા

યુવતીએ લગ્ન કરતા પહેલા શિક્ષણ (education)ને મહત્વ આપતા શહેરમાં હાલ આ ઘટના ચર્ચાસ્પદ બની છે. શિવાંગી બગથરીયા નામની યુવતીએ પહેલા પરીક્ષા આપી હતી અને ત્યારબાદ લગ્ન કર્યા હતા. શિવાંગી બગથરીયા નામની યુવતીના એક તરફ લગ્ન હતા અને બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા (saurashtra university exam) શરૂ થઈ છે. ત્યારે વિવિધ અભ્યાસ ક્રમોનું પ્રથમ પેપર હતું. શિવાંગી BSWનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી રહી છે, જેની પરીક્ષા આજથી શરૂ થઈ હતી.

લગ્ન મુહૂર્ત પાછું ઠેલવી પરીક્ષા આપવાનું નક્કી કર્યું

ની યુવતીના એક તરફ લગ્ન હતા અને બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા (saurashtra university exam) શરૂ થઈ.

ત્યારે લગ્ન મુહૂર્ત પાછુ ઠેલવીને શિવાંગી અને તેના ભાવિ પતિ પરીક્ષા આપવા માટે પરીક્ષાખંડમાં પહોંચ્યા હતા. શિવાંગી દુલ્હન ડ્રેસ પહેરીને પરીક્ષા આપવા માટે પરીક્ષાખંડમાં હાજર થતાં પરીક્ષાર્થીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. શિવાંગીએ પરીક્ષા આપ્યા બાદ લગ્ન મુહૂર્ત પ્રમાણે પોતાના ભાવિ પતિ સાથે લગ્નના ફેરા ફર્યા હતા. જો કે શિવાંગીએ લગ્ન કરતાં પહેલાં શિક્ષણને વધુ મહત્વ આપ્યું હતું.

લગ્નની તારીખ નક્કી થયા બાદ પરીક્ષા જાહેર થઇ: શિવાંગી

લગ્નની તારીખ નક્કી થઈ અને તમામ તૈયારીઓ શરૂ કરી ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ.

આ મામલે શિવાંગી બગથરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા લગ્નની તારીખ નક્કી થઈ અને તમામ તૈયારીઓ અમે શરૂ કરી ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. હાલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BSWના 5માં સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું. ત્યારે તેની પણ પરીક્ષા મારા લગ્નની તારીખ સમયે જાહેર થઈ છે. જેને લઇને મેં મારા મમ્મી-પપ્પા અને મારા ભાવિ પતિ સાથે વાતચીત કરી હતી અને સૌની સંમતિથી મેં પહેલા પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને ત્યારબાદ મેં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ હું આજે પેપર આપવા માટે આવી છું.

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ મામલે હાર્દિક પટેલ કઠોર કોર્ટમાં હાજર

આ પણ વાંચો: The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ

ABOUT THE AUTHOR

...view details