ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કેન્સર હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 20 બેડની સુવિધા ઉભી કરાઈ - Chief Minister Vijay Rupani

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેના પરિણામે રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેરની કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ 200 ઓક્સિજન બેડ પૈકી 20 બેડને ICUમાં ફેરવવામાં આવ્યા છે.

રાજકોટ કેન્સર હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 20 બેડની સુવિધા ઉભી કરાઈ
રાજકોટ કેન્સર હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 20 બેડની સુવિધા ઉભી કરાઈ

By

Published : Apr 19, 2021, 7:16 PM IST

  • વેન્ટિલેટરની સુવિધાવાળા 20 ICU બેડ ઉપયોગમાં લઈ શકાશે
  • કેન્સર હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 20 બેડની સુવિધા ઉભી કરાઈ
  • આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે

રાજકોટ: કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના માર્ગદર્શન હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓ માટેની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેના પરિણામે રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત શહેરની કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ 200 ઓક્સિજન બેડ પૈકી 20 બેડને ICUમાં ફેરવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃમહેસાણા જિલ્લામાં કોવિડ કેર સેન્ટર તેમજ જિલ્લામાં 1,300થી વધુ બેડ વધારાયા

માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે જ વેન્ટિલેટરની સુવિધાવાળા બેડ હતા

રાજકોટ શહેરમાં અત્યાર સુધી માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે જ વેન્ટિલેટરની સુવિધાવાળા બેડ ઉપલબ્ધ હતા, પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ 200 ઓક્સિજન બેડ પૈકી 20 બેડને ICUમાં કન્વર્ટ કરવાનો નિર્ણય કરી તે માટેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીઓને વેન્ટિલેટરની જરૂરીયાત ઉભી થાય તો, આ વેન્ટિલેટરની સુવિધાવાળા 20 ICU બેડ ઉપયોગમાં લઈ શકાશે. આ બેડની સાથે આ કેન્સર કોવિડ હોસ્પિટલમાં હવે 24ક્લાક એનેસ્થેસ્ટીકની સેવા પણ ઉપલબ્ધ બની છે. જેથી અહીં આવતા દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details