ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી - In Rajkot, at the age of 95, he beat Corona

રાજકોટમાં એક 95 વર્ષના વૃદ્ધે કોરોનાને હરાવીને હિંમતનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તેમણે ત્રણ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે.

Rajkot News
Rajkot News

By

Published : Apr 29, 2021, 9:38 PM IST

  • રાજકોટ મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી
  • કોરોનાને હરાવી હિંમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
  • માત્ર ત્રણ દિવસમાં કોરોનાને મ્હાત આપી

રાજકોટ : સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાનો હાહાકાર છે. દરરોજ કેસ વધી રહ્યા છે અને મોત વધી રહ્યા છે, ત્યારે લોકો પણ ભયભીત છે. આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓ હિંમત હારી રહ્યા છે, ત્યારે મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપતા હિંમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનુભાઈએ માત્ર 3 દિવસની સારવાર બાદ કરોનાને મ્હાત આપી હતી. રાજકોટની વેદાંત શ્રીજી હોસ્પિટલમાં મનુભાઈની સારવાર ચાલી રહી હતી. મનુભાઈનું કલેક્ટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું.

રાજકોટમાં મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી

આ પણ વાંચો : રાજકોટની 63 વર્ષની મહિલાને કેન્સર હતું અને કોરોના થયો, બન્નેને આપી મ્હાત

મનુભાઈનું કલેક્ટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું

હાલ કોરોના કાળમાં લોકો ભયભીત છે અને ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં દર્દીનું મનોબળ તૂટતા મોત થાય છે. આ તમામ વચ્ચે મૂળ મેંદરડાના વતની મનુભાઈએ માત્ર ત્રણ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. મનુભાઈને સારવાર માટે PMOમાંથી સારવાર માટે સૂચના આપવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર બાદ કોરોનાને મ્હાત આપી હતી. રાજકોટની વેદાંત શ્રીજી હોસ્પિટલમાં મનુભાઈની સારવાર ચાલી રહી હતી. મનુભાઈનું કલેક્ટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું.

રાજકોટમાં મનુભાઈએ 95 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી

આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત

પુનામાં ગાંધીજીને મનુભાઈ 14 વર્ષની ઉંમરે મળ્યા હતા

મનુભાઈની સ્વતંત્રતા સમયની વાત કરવામાં આવે તો મનુભાઈ વિઠલાણી ગાંધીજી સાથે સ્વાતંત્ર સંગ્રામમાં કામ કર્યું હતું, તેમજ મેંદરડામાંથી 14 વર્ષની ઉંમરે મનુભાઈ વિઠલાણીને અંગ્રેજોએ હદપાર કર્યા હતા. જૂનાગઢની આરઝી હુકૂમતમાં પણ મનુભાઈએ મહત્વની જવાબદારી નિભાવી હતી. પુનામાં ગાંધીજીને મનુભાઈ 14 વર્ષની ઉંમરે મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details