ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ગુરુવારે 82 કોરોનાના દર્દીના મોત - દર્દીઓ વેઈટિંગમાં

રાજકોટમાં રોજ કોરોનાના રેકોડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટમાં ગુરુવારે કોરોનાની સારવાર લઈ રહેલા 82 દર્દીના મોત થયા છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

રાજકોટમાં ગુરુવારે 82 કોરોનાના દર્દીના મોત
રાજકોટમાં ગુરુવારે 82 કોરોનાના દર્દીના મોત

By

Published : Apr 15, 2021, 2:00 PM IST

Updated : Apr 15, 2021, 2:56 PM IST

  • રાજકોટમાં દરરોજ કોરોનાના 400થી વધારે કેસ આવી રહ્યા છે
  • રાજકોટમાં દરરોજ કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા વધી
  • ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓ વેઈટિંગમાં
    જકોટમાં દરરોજ કોરોનાના 400થી વધારે કેસ આવી રહ્યા છે

આ પણ વાંચોઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે

રાજકોટઃ શહેરમાં ગુરુવારે કોરોનાની સારવાર લઈ રહેલા 82 દર્દીઓના મોત થયા છે, જેને લઈને હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં દરરોજ દર્દીઓના મોતના આંકમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે દરરોજ 400 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં પણ બેડ માટે દર્દીઓ વેઈટિંગમાં છે. શહેરમાં આરોગ્ય તંત્ર કોરોના સામે નબળુ પૂરવાર થઈ રહ્યું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.

આ પણ વાંચોઃઆણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 78 કેસ સામે આવ્યા

શહેરમાં દરરોજ 400થી વધુ પોઝિટિવ કેસ

રાજકોટમાં દરરોજ કોરોના પોઝિટિવ કેસ 400થી વધારે આવી રહ્યા છે. દરરોજ 50થી વધુ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થઈ રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો વધી રહ્યો હોવાના કારણે આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે. જ્યારે રાજકોટમાં અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેને લઇને પણ આંક વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Last Updated : Apr 15, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details