ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 8 વર્ષની બાળા દુષ્કર્મનો શિકાર બની - રાજકોટ પોલીસ સ્ટેશન

રાજકોટ જિલ્લાના ગામમાં રહેતા પરપ્રાંતીય પ્રૌઢે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે
રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે

By

Published : Apr 1, 2021, 7:14 PM IST

  • રાજકોટમાં દુષ્કર્મનો બનાવ આવ્યો સામે
  • 8 વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મનો શિકાર બનાવી
  • પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

રાજકોટ: જિલ્લામાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગામમાં રહેતાં પરપ્રાંતીય પ્રૌઢે 8 વર્ષની એક બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. બે સંતાનના પિતાએ બાળાના મોઢા પર ડૂચો દઇ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. હાલ મહિલા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના કાયદા હેઠળ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતા પાડોશીએ 10 વર્ષીય બાળકીની કરી હત્યા

રાજકોટ પોલીસે આરોપીને રાતો રાત જ પકડ્યો

રાજકોટ પોલીસે આરોપીને રાતો રાત જ પકડી પાડ્યો હતો. ગામમાંં ભાડેથી રહેતાં પરણેલા શખ્સે 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવી હતી. રાત્રીના નવ વાગ્યે તે બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ જઈ મોઢે ડૂચો દઇ દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી ગઈ હતી. બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. થોડા સમય બાદ બાળા ઘરે પહોંચીને આપવીતી જણાવી હતી.

આ પણ વાંચો:રાજકોટ: પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ થયો પોલીસ હવાલે

દુષ્કાર્મ, અપહરણ અને પોસ્કો જેવી કલમ લગાડી ગુનો નોંધાયો

હવસખોર ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગામમાં ભાડે રહે છે. બાળકીના દાદીની ફરિયાદના આધારે પોલીસે હવસખોરીની આ વાત સાંભળી તરત જ ગુનો નોંધ્યો હતો. આરોપી કિશોર કેશવભાઇ તાવડેને સકંજામાં લઇ દુષ્કર્મ, અપહરણ અને પોસ્કો જેવી કલમ લગાડી ગુનો નોંધ્યો હતો. જ્યારે આરોપીને હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે.

બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાઇ

બાળાની મેડિકલ તપાસ કરાવી જરૂરી સારવાર અપાઇ રહી છે. સંતાનમાં આરોપીને બે બાળક છે. મહિલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details