રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સારી એવી આવક થઈ રહી છે. સોમવારે સારા કપાસના રૂપિયા 900થી 1000 સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. જ્યારે પલળી ગયેલા કપાસના રૂપિયા 750થી 850 જેટલા ભાવ મળ્યા હતા. એક સાથે 75 હજાર મણ જેટલો કપાસ યાર્ડમાં ઠલવાતા યાર્ડ દ્વારા હાલ કપાસની હરાજી બંધ કરવામાં આવી હતી.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 75 હજાર મણ કપાસની આવક, હરાજી બંધ
રાજકોટ: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે 75 હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી. શનિ-રવિવારની રજા બાદ સોમવારે એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને આવી પહોંચ્યા હતા.
75 thousand gem cotton revenue in Rajkot marketing yard
ETV ભારત દ્વારા યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે યાર્ડમાં 75 હજાર મણ કપાસની આવક થઈ છે. તેમજ યાર્ડમાં કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં કપાસ આવી ગયો છે. જેને લઈને કપાસની હરાજી મોકુફ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સૌથી વધુ કપાસ અને મગફળી સૌરાષ્ટ્રમાં થાય છે. ત્યારે આ વર્ષે સારો વરસાદ હોય યાર્ડમાં સત્તત મગફળી અને કપાસની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે.