ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE : કોરોનાની મહામારીમાંથી મુક્તિ માટે રાજકોટની 7 વર્ષની દિકરીએ રાખ્યો રોઝો - 7 year old girl praying for liberation Corona

દેશમાં કોરોના મહામારી સાથે પવિત્ર રમજાન મહિનો ચાલુ છે. ત્યારે, રાજકોટમાં બોહરા સમાજની 7 વર્ષની દીકરીએ કોરોનાની મહામારીમાંથી લોકો બહાર આવે તે માટે આજે સોમવારે 15મું રોઝૂ રાખ્યું છે. માત્ર 7 વર્ષની દીકરી ભારે ગરમીમાં પણ રોઝો રાખીને લોકો માટે દુઆ કરી રહી છે. આથી, સમાજના લોકોમાં આ દીકરી કેન્દ્રનું સ્થાન બની છે.

EXCLUSIVE: દેશમાંથી કોરોનાની મહામારી જાય તે માટે રાજકોટની 7 વર્ષની દિકરીએ રાખ્યું રોઝૂ
EXCLUSIVE: દેશમાંથી કોરોનાની મહામારી જાય તે માટે રાજકોટની 7 વર્ષની દિકરીએ રાખ્યું રોઝૂ

By

Published : Apr 26, 2021, 1:55 PM IST

Updated : Apr 26, 2021, 5:14 PM IST

  • 7 વર્ષની દીકરીએ કોરોના દૂર થાય તે માટે રાખ્યું રોઝો
  • ઉનાળાના આકરા તાપ વચ્ચે લોકો માટે રાખ્યું રોઝો
  • મહામારી દૂર થાય તે માટે સત્તત આખો દિવસ અન્ન જળ લીધા વિના રોઝો રાખ્યો

રાજકોટઃદેશમાં કોરોના મહામારી સાથે પવિત્ર રમજાન મહિનો ચાલુ છે. ત્યારે, રાજકોટમાં એક બોહરા સમાજની 7 વર્ષની દીકરીએ આજે 15મુ રોઝો રાખ્યો છે. તેમજ અલ્લાહ પાસે દુઆ કરી છે કે, દેશમાંથી જલ્દીમાં જલ્દી કોરોના મહામારી દૂર થાય. આ ઉપરાંત, હાલ ઉનાળો શરૂ હોય અને 7 વર્ષની દીકરી ભારે ગરમીમાં રોઝો રાખીને લોકો માટે દુઆ કરી રહી છે. તે જાણીને, સમાજના લોકોમાં પણ આ દીકરી કેન્દ્રનું સ્થાન બની છે. હાલ કોરોનાના સમયમાં લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એવામાં લોકો માટે દુઆ કરતી દીકરીની વાત સામે આવતા લોકોમાં પણ કોરોના લડવાની હિંમત આવી છે.

EXCLUSIVE: દેશમાંથી કોરોનાની મહામારી જાય તે માટે રાજકોટની 7 વર્ષની દિકરીએ રાખ્યું રોઝૂ

આ પણ વાંચો:21 દિવસના સંઘર્ષ બાદ રાજકોટના 80 વર્ષિય વૃદ્ધાએ કોરોનાને આપી માત

7 વર્ષની દીકરીએ કોરોના દૂર થાય તે માટે રાખ્યો રોઝો

મુસ્લિમ સમાજ સાથે વ્હોરા સમાજના લોકો પણ રોઝા રાખી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે અને ઉનાળાના 40 ડિગ્રી તાપમાનમાં લોકો પોતાના ઈશ્વરની શરણે આવ્યા છે. ત્યારે, રાજકોટની વ્હોરા સોસાયટીમાં રહેતા મુફ્ફદલ અસગરઅલી માંકડની માત્ર 7 વર્ષની દીકરીએ આ વખતે દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે રોઝો રાખ્યો છે. 7 વર્ષની દીકરી પણ કોરોનાની ઘાતક અસરને સમજી શકે છે તે માટે તેને અલ્લાહ પાસે દુઆ કરી છે કે, દેશમાંથી વહેલાસર આ કોરોના મહામારી દૂર થાય.

આ પણ વાંચો:રાજકોટની સિવિલમાં 4 વર્ષના કોરોના પોઝિટિવ બાળકના આંતરડાનું સફળ ઓપરેશન

ઉનાળાના આકરા તાપ વચ્ચે લોકો માટે રાખ્યો રોઝો

ઉનાળાની ઋતુમાં માણસોના હાલ તડકા અને લૂથી બચવા માટે ઠંડા પીણાં અને પ્રવાહી સત્તત લઈ રહ્યા છે, ત્યારે રાજકોટની આ 7 વર્ષની દીકરી દેશમાંથી કોરોનાની મહામારી દૂર થાય તે માટે રોઝો રાખ્યો છે. રોઝા દરમિયાન થુંક પણ ગળા નીચે ઉતારવાનું હોતું નથી. ત્યારે આ ઉનાળા દરમિયાન દીકરીએ લોકો માટે રોઝો રાખ્યો છે. આ અંગે, ETV Bharatને જણાવ્યું હતું કે, હું 7 વર્ષની છું અને હાલ અમારું 15મો રોઝો હોય તે મેં રાખ્યું છે અને અલ્લાહ પાસે દુઆ કરી છે કે, દેશમાંથી આ કોરોનાની મહામારી જલ્દી દૂર થાય.

Last Updated : Apr 26, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details