- રાજકોટમાં દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા હોવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે
- સમગ્ર શહેરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છવાયો છે
- છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં સતત કોરોનાના દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થયો છે
રાજકોટઃ રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સામે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 65 જેટલા કોરોના દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જોકે આ મોત મામલે આખરી નિર્ણય કોવિડ ડેથ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં સતત કોરોનાના દર્દીઓના મૃત્યુ આંકમાં વધારો થયો છે. જ્યારે નવા કેસોનો પણ રાફડો ફાટ્યો છે. રાજકોટમાં દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા હોવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. સમગ્ર શહેરમાં કોરોનાના કારણે ડરનો માહોલ છવાયો છે.
આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાના કારણે વધુ 22 દર્દીઓના મોત થયા
રાજકોટમાં સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓને બેડ પર નથી મળી રહ્યા