- રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાના કારણે મોત
- રાજકોટ માટે સારા સમાચાર
- હજુ પણ દરરોજ 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ
રાજકોટ : શહેરમાં કોરોના મહામરીના કારણે હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નવા નોંધાઇ રહ્યા છે. જ્યારે દરરોજ 60 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થઈ રહ્યા છે. જે દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 59 જેટલા દર્દીઓના મોત થયા છે. જોકે આ દર્દીઓના મોત મામલે આખરી નિર્ણય કોવિડ ડેથ કમિટી દેરા લેવામાં આવશે, પરંતુ રાજકોટમાં હજુ પણ કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : દાદરા નગર હવેલીમાં સરકારી રેકોર્ડમાં કોરોનાથી 3 મોત, અંતિમધામના રેકોર્ડ મુજબ બે મહિનામા 241 મૃતદેહો આવ્યા