- રાજકોટમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકે તોડ્યો રેકોર્ડ
- છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના સારવાર દરમિયાન મોત
- રાજકોટમાં દરરોજ 400ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે
રાજકોટઃ રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે મંગળવારે 59 જેટલા દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટમાં 13 એપ્રિલે સૌથી વધુ મોતનો આંકડો જોવા મળી રહ્યો છે. જે રેકોર્ડ બ્રેક માનવામાં આવી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. જ્યારે આ મોતને લઈને આખરી રિપોર્ટ કોવિડ ડેથ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારે કોરોનાના સાચો આંકડો બહાર આવશે.
આ પણ વાંચો:રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત