રાજકોટ: તાજેતરમાં જ કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભાજપ આગેવાન નીતિન ભારદ્વાજ વિરૃદ્ધ રૂ. 500 કરોડની જમીન કૌભાંડ (500 crore land scam)કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જમીન કૌભાંડના આક્ષેપ બાદ રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. આ મામલે ભાજપ નેતા નીતિન ભારદ્વાજ દ્વારા કોંગી નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી છે. તો કોંગ્રેસના (Congress Allegation against Vijay Rupani ) પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) આ મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.
રૂપાણી હવે માત્ર અરજીથી કરીને અટકી જાય: ઇન્દ્રનીલ
આ મામલે રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ (Indranil Rajyaguru alleges Vijay Rupani ) મીડિયાને જણાવ્યું હતું કે આ જમીન હેતુફેર કરીને જે કૌભાંડ (500 crore land scam) આચરવામાં આવ્યું છે. તેમાં સુનિશ્ચિત લોકોને જ પ્લોટની ફાળવણી કરાઈ છે. જ્યારે રૂપાણી ખુદ એવું કહે છે કે આ માત્ર એક રાજકોટમાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ જમીનનો હેતુફેર કરાયો છે. આ હેતુફેર શરતી હોય છે. જ્યારે સહારા ઇન્ડિયાને (Sahara India) જમીન આપવામાં આવી છે તે ક્યાંય રેકર્ડ પર રાખવામાં આવી નથી. જે દર્શાવે છે કે આ જમીનમાં કૌભાંડ થયું છે.