રાજકોટઃ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પોરબંદરના રૂ.500 કરોડના ડ્રગ્સ મામલના આરોપી દોસ મહમદ રહીશ નામના 58 વર્ષના આરોપીનું આજે એટલે કે સોમવારે છાતીમાં દુખાવો થતાં બાદ મોત થયું છે.
500 કરોડનો ડ્રગ્સ મામલો: આરોપીનું રાજકોટની જેલમાં થયું મોત - રાજકોટ જેલ ન્યૂઝ
રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પોરબંદરના રૂ.500 કરોડના ડ્રગ્સ મામલના આરોપી દોસ મહમદ રહીશ નામના 58 વર્ષના આરોપીનું આજે એટલે કે સોમવારે છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું છે.
આ ઈસમ ઇરાનનો હોવાનું સામે આવ્યું છે. જે અંગેની જાણ જેલ તંત્ર દ્વારા પદ્યુમ્નનગર પોલીસને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરી 2019ના રોજ ગુજરાત ATS દ્વારા પોરબંદર ખાતેના દરિયામાંથી 9 જેટલા ઈરાની ઇસમોને રૂ.500 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તેમાંનો એક હતો.
ત્યારબાદ પોરબંદર જેલ ખાતેથી આ આરોપીઓને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા મૃતકનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું પીએમ કરવામાં આવશે.