- રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કુલ 19 કોમ્યુનિટી હોલ
- લગ્ન પ્રસંગ માટે 90 દિવસ પહેલા રિઝર્વેશન કરવામાં આવે છે
- વિવિધ પ્રસંગો માટે કુલ 460 જેટલા બુકિંગ થયા
રાજકોટઃ રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) હસ્તકના કુલ 19 કોમ્યુનિટી હોલ આવેલા છે, જેના કુલ 27 યુનિટ લગ્ન (Wedding), સગાઈ, ધાર્મિક વગેરે પ્રસંગો માટે મહાનગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવે છે, જ્યારે આગામી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિનામાં લગ્ન પ્રસંગના મુહૂર્ત હોવાથી અત્યારે બુકિંગ માટે મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે.
ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવું ભાડું
કોમ્યુનિટી હોલનું ભાડું ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવું હોય છે વિશેષમાં મહાનગરપાલિકાના મોટાભાગના કોમ્યુનિટી હોલનું ભાડું ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવું હોય છે, જેથી શહેરીજનો દ્વારા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલની વધુ પસંદગી કરવામાં આવી રહી છે.
લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રિઝર્વેશન
મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in તથા ‘RMC’ મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રિઝર્વેશન કરી આપવામાં આવે છે, જ્યારે અન્ય પ્રસંગો માટે 30 દિવસ પહેલા રિઝર્વેશન સ્વીકારવામાં આવે છે. આ હોલ બુકિંગ માટે મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in તથા ‘RMC’ મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ એસ્ટેટ વિભાગની ઓફિસ ખાતે ઓફલાઈન બુકિંગની સુવિધા પણ રાખવામાં આવેલી છે.
આગામી 3 મહિના માટે કુલ 460 જેટલા બુકિંગ
422 બુકિંગ લગ્ન પ્રસંગ માટે, તેમજ 38 બુકિંગ અન્ય પ્રસંગો માટે થયા છે. આગામી 3 મહિનાના સમયગાળા માટે વિવિધ પ્રસંગો માટે કુલ 460 જેટલા બુકિંગ થયા છે, જેમાં 422 બુકિંગ લગ્ન પ્રસંગ માટે, તેમજ 38 બુકિંગ અન્ય પ્રસંગો માટે થયા છે. કુલ થયેલા 460 બુકિંગ પૈકી 317 બુકિંગ ઓનલાઈન થયા છે, જ્યારે 143 બુકિંગ ઓફિસ ખાતે ઓફલાઈન કરવામાં આવ્યા છે. આમ સરેરાશ 69 ટકા બુકિંગ ઓનલાઈન થયા છે, જેમાં સૌથી વધુ 70 બુકિંગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ (પેડક રોડ) માટે થયા છે.
આ પણ વાંચો: દિવાળીમાં 108ની વિશિષ્ટ કામગીરી, 201 મળી કુલ 600થી વધુ કેસમાં બન્યા મદદરૂપ
આ પણ વાંચો: રાજકોટમાં જાહેર રસ્તાઓ પરથી ઈંડા- નોનવેજની લારીઓ દૂર કરાશે, મેયરનો આદેશ