- સારવાર લેનારા મોટાભાગના આલ્કોહોલના બંધાણીઓ
- સપ્ટેમ્બરમાં સૌથી વધુ 29 બંધાણીઓએ સારવાર લીધી
- છેલ્લા 6 મહિનામાં પ્રાથમિક સારવાર લેનારાઓની સંખ્યા વધુ હતી
રાજકોટઃ રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ (drugs in gujarat) પકડાવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ દ્વારકા જિલ્લામાંથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ (drugs in dwarka) ઝડપાયું છે. જેની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ETV ભારત દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલા નશામુક્તિ કેન્દ્ર (addiction rehabilitation center)માં કેટલા લોકોએ સારવાર લીધી છે એ અંગેની માહિતી મેળવવામાં આવી હતી, જેમાં ખૂબ જ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
6 મહિનામાં નશો કરતા કુલ 420 લોકોએ સારવાર લીધી
મળતી માહિતી પ્રમાણે રાજકોટ (rajkot)ના સરકારી નશામુક્તિ કેન્દ્રમાં છેલ્લા 6 મહિનામાં અલગ-અલગ નશો કરતા કુલ 420 જેટલા લોકોએ સારવાર લીધી છે, જેમાં મોટાભાગના આલ્કોહોલના બંધાણીઓ (alcohol addicts)નો સમાવેશ થાય છે. આ સિવાય પણ વિવિધ પ્રકારનો નશો કરતા લોકોએ પણ રાજકોટ જિલ્લાના વિસનગર ખાતે આવેલા નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લીધી હતી.
112 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા
રાજકોટ જિલ્લાનું સરકારી વ્યસન મુક્તિ કેન્દ્ર વિસનગર ખાતે આવેલું છે. અહીં છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો એપ્રિલ 2021માં 6 દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે મેમાં 05, જૂનમાં 17, જુલાઈમાં 20, ઓગષ્ટમાં 18, સપ્ટેમ્બરમાં સૌથી વધુ 29 અને ઑક્ટોબરમાં 17 બંધાણીઓ આમ કુલ 112 દર્દીઓએ દાખલ થઈને સારવાર લીધી હતી. આ નશામાં સૌથી અંગ્રેજી દારૂના વ્યસનીઓ 101 જેટલા હતા. જો કે આ આંકડા માત્ર છેલ્લા 6 મહિનાના જ છે.