- 8.50 કરોડ રૂપિયાની આવક મનપાને થઈ
- હરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયાની ડિપોઝીટ રાખવામાં આવી
- રાજકોટનાં મવડી વિસ્તારની દુકાનોની હરાજી કરવામાં આવી
- અરજદારોએ બેન્ક ડીમાન્ડ ડ્રાફ્ટથી ડિપોઝીટ ભરી ભાગ લીધો
- ડીપોઝીટની રકમ હરાજી પૂર્ણ થતાં સ્થળ ઉપર જ પરત આપવામાં આવી
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્માર્ટઘર-2 અને સ્માર્ટઘર-3ની કુલ 38 દુકાનોની તારીખ 17-03-2021ના રોજ જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં તમામ 38 દુકાનોની હરાજી દરમિયાન વેંચાણ થયું છે. આ દુકાનોની હરાજીથી મહાનગરપાલિકાને કુલ 8.50 કરોડ રૂપિયાની આવક થઇ છે. આ દુકાનો 11.89 ચોરસ મીટરથી 21.21 ચોરસ મીટરની સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત 9.80 લાખથી 20.20 લાખ રૂપિયા સુધીની રાખવામાં આવી હતી તેમ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટ મનપા કમિશ્નર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું