- બસ સ્ટોપ સંપૂર્ણ રીતે ડીઝીટલ બનાવમાં આવ્યા છે
- વિવિધ 35 જેટલા સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવાયા
- ટાઇમિંગ માટે LED ડિસ્પ્લે રાખવામાં આવી છે
રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર એવું રંગીલું રાજકોટ વધુમાં વધુ સ્માર્ટ બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યશીલ છે. રાજકોટમાં વિવિધ 35 જેટલા સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ બનાવમાં આવ્યા છે. આ બસ સ્ટોપમાં મુસાફરોને બેસવા માટે વધુ જગ્યા મળે તેમજ તેમની સુરક્ષા જળવાઈ રહે તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બસ સ્ટોપ સંપૂર્ણ રીતે ડીઝીટલ બનાવમાં આવ્યા છે.
આ પણ વાંચો- સુરતમાં દેશનો સૌથી મોટો 108 કિમીનો BRTS કોરિડોર બન્યો
મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા
રાજકોટ શહેરના અલગ-અલગ 35 જેટલા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ બસ સ્ટોપ મુકવામાં આવ્યા છે. જ્યારે આ બસ સ્ટોપમાં બસમાં પ્રવાસ કરતી મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમના માટે બસ સ્ટોપમાં જ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે તેમજ આ સીસીટીવી કેમેરાને મનોણા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ સાથે જોડવામાં આવ્યા છે. જેના દ્વારા મનપાની ટીમ આ સીસીટીવીનું સીધું જ મોનીટરીંગ કરી શકે છે.
બસ સ્ટોપ પર લગાડવામાં આવી LED ડિસ્પ્લે
રાજકોટ મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્માર્ટ બસ સ્ટોપમાં LED ડિસ્પ્લે લગાડવામાં આવી છે. જેમાં ટાઇમિંગ પણ જોઈ શકાય છે, જ્યારે બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહેલા પ્રવાસીઓને બેસવા માટે પણ પૂરતી જગ્યા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ સીસીટીવી કેમેરાનું લાઈવ મોનીટરીંગ થઈ શકશે. જેનાથી બસ અને પ્રવાસીઓ બન્નેને કમાન્ડ એન્ડ કન્ટ્રોલની ટીમ જોઈ શકશે. આમ સંપૂર્ણ આધુનિક બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજકોટમાં બનાવાયા 35 સ્માર્ટ બસસ્ટોપ આ પણ વાંચો-Railway station: મિનિ સ્માર્ટ સિટી જેવું હશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન
સ્માર્ટ સીટીને વધારે સ્માર્ટ બનાવા માટેનું પગલું: કમિશનર
રાજકોટ શહેરમાં 35 જેટલા સ્માર્ટ બસ સ્ટોપ બનાવવા અંગે મનપા કમિશનર અમિત આરોરાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સર્વોત્તમ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં કુલ 35 જેટલા સ્માર્ટ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. જેમાં પૂરતી જગ્યા રાખવામાં આવી છે. ટાઇમિંગ માટે LED ડિસ્પ્લે રાખવામાં આવી છે અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. આ રાજકોટને વધુ સ્માર્ટ બનવામાં માટે મહત્વનું પગલું કહી શકાય છે.