- રાજકોટમાં સારો વરસાદ પડવાના કારણે વિવિધ ડેમમાં 31.16 ટકા નીરની આવક થઈ
- રાજકોટ જિલ્લાના ગોંડલ સહિતના તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે
- હવામાન વિભાગની આગાહીને પગલે જન્માષ્ટમી પછી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડ્યો
રાજકોટઃ હવામાન વિભાગની આગાહીને પગલે જન્માષ્ટમી બાદ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ સહિતના તાલુકાઓમાં 3 ઈંચ વધારે જેવો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેવામાં રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 31.16 ટકા જેટલું પાણી વરસાદ તેમ જ જળાશયોમાં જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃશું ખરેખર સરદાર સરોવર ડેમમાંથી પાણી લીક થઈ રહ્યું છે?
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમ પર 8 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 19.90 ફૂટ, મોજ ડેમ પર 10 મી.મી. વરસાદ સાથે 35.90 ફૂટ, વેણુ - 2 ડેમ પર 5 મી.મી. વરસાદ સાથે 14.90 ફૂટ, સુરવો પર 30 મી.મી. વરસાદ સાથે 4.40 ફૂટ, વાછપરી પર 5 મી.મી. વરસાદ, ન્યારી - 1 ડેમ પર મી.મી સાથે સાથે જીવંત જળ સપાટી 17.10, છાપરાવાડી - 2માં 2 મી.મી. વરસાદ સાથે 0.80 ફૂટ, ઈશ્વરિયા 10 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 1.30 ફૂટ, ભાદર- 2 ડેમમાં 14 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 11 ફૂટ, કર્ણકી 50 મી.મી. વરસાદ સાથે જીવંત જળ સપાટી 9.20 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળ દ્વારા માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃજૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદી-નાળાં છલકાયા
વિવિધ ડેમમાં 31.16 ટકા નવા નીરની આવક
રાજકોટમાં ધોધમાર વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પડેલા વરસાદના કારણે વિવિધ ડેમમાં 31.16 ટકા નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લામાં આમ પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે.