ગુજરાત

gujarat

ETV Bharat / city

Municipal Corporation Rajkot : રાજકોટ મનપા દ્વારા રુપિયા 3 હજારમાં ઘર ભાડે અપાશે - આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા (Municipal Corporation Rajkot) દ્વારા એફોટેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ (rental housing scheme) અંતર્ગત આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં આવશે.

Rajkot Municipal Corporation: રાજકોટ મનપા રુપિયા દ્વારા 3 હજારમાં ઘર ભાડે અપાશે
Rajkot Municipal Corporation: રાજકોટ મનપા રુપિયા દ્વારા 3 હજારમાં ઘર ભાડે અપાશે

By

Published : Jan 7, 2022, 2:49 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ધંધા રોજગારી માટે આવતા હોય છે, એવામાં આવા લોકોને રાજકોટમાં વ્યાજબી ભાવે ઘર મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં 698 જેટલા તૈયાર થયેલા આવાસો ભાડે આપવામાં આવશે. જેના માટે મહાનગરપાલિકા દ્વારા બેંગ્લોરની કંપનીને તે ટેન્ડર પ્રક્રિયા કરીને કામ આપવામાં આવ્યું છે, જ્યારે આગામી દિવસોમાં મનપા દ્વારા મહિને માત્ર 3 હજાર રૂપિયામાં જે લોકોને ભાડે ઘર જોઈતું હશે તેમને આપશે. આમ લોકોને પણ વ્યાજબી ભાવે ભાડે ઘર મળી રહેશે.

રાજકોટ મનપા દ્વારા રુપિયા 3 હજારમાં ઘર ભાડે અપાશે

માત્ર રૂપિયા 3 હજારમાં જ ભાડે મળશે ઘર

રાજકોટ મહાનગરપાલિકા (Municipal Corporation Rajkot) દ્વારા પ્રધાનમંત્રી એફોટેબલ હાઉસિંગ પોલિસીના આધારે એફોટેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ (rental housing scheme) અંતર્ગત આવાસ યોજનાના મકાનો ભાડે આપવામાં આવશે. જેમાં મહત્તમ રૂપિયા3 હજાર સુધી આ મકાનનું ભાડું પ્રાઇવેટ એજન્સી વસૂલી શકશે. જે આગામી 5 વર્ષ સુધી યથાવત રહેશે. જ્યારે આગામી 5 વર્ષ બાદ આ ભાડામાં વધારો પણ થઈ શકશે. આવાસ યોજનાના મકાન ભાડે આપવાની યોજનાથી મનપાને પણ આર્થિક ફાયદો થશે.

યોજનાથી મનપાને18 કરોડની આવક થશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક આવાસ મનપા દ્વારા ભાડે આપવામાં આવશે. જ્યારે આ આવાસો ભાડે અપવાનું કામ મનપા દ્વારા ખાનગી કંપનીને 25 વર્ષ સુધી આપવામાં આવ્યુ છે, જેમાં મહાનગરપાલિકાને 25 વર્ષે 18 કરોડની આવક થશે. જ્યારે રાજકોટમાં પણ જે લોકોને વ્યાજબી ભાવે મકાન ભાડે જોતું હશે તે મળી રહેશે.

આ પણ વાંચો:

New Omicron variant Rajkot : રાજકોટમાં વિદેશથી આવેલા 42 લોકોને ક્વોરંટાઇન કરવામાં આવ્યા

રાજકોટ મનપાની GPS-GPR આધારિત વેબસાઈટ: હવે નાગરિકોને એક ક્લિક દ્વારા માહિતી મળશે

ABOUT THE AUTHOR

...view details