ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ: સિવિલ હૉસ્પિટલના ડોકટર્સની મહેનતથી 3 માસની દીકરી જીતી કોરોના સામેનો જંગ - રાજકોટની પંડિત દીનદયાલ હૉસ્પિટલ

રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ વેક્સિનેશનમાં ઝડપ આવી છે જેના કારણે કોરોનાના કેસો પર અંકુશ મેળવી શકાયો છે. જો કે હજુ બાળકો માટે કોરોનાની વેક્સિન આવી નથી ત્યારે બાળકોનું કોરોના સંક્રમિત થવું ચિંતાજનક છે. આ દરમિયાન રાજકોટથી એક ખુશીના સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં ફક્ત 3 માસની બાળકીએ કોરોના સામેની 14 દિવસ ચાલેલી લડાઈ જીતી છે.

રાજકોટની પંડિત દીનદયાલ હૉસ્પિટલની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું
રાજકોટની પંડિત દીનદયાલ હૉસ્પિટલની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું

By

Published : Sep 22, 2021, 8:29 PM IST

  • 3 માસની શિવાનીએ કોરોનાને હરાવ્યો
  • 14 દિવસ બાદ થઈ કોરોના મુક્ત
  • પંડિત દીનદયાલ હૉસ્પિટલના પીડિયાટ્રીકસ વિભાગના ડૉક્ટર્સની મહેનતથી કોરોના સામે જંગ જીતી

રાજકોટ: રાજકોટની પંડિત દીનદયાલ હૉસ્પિટલની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. આ હૉસ્પિટલના પીડિયાટ્રીકસ વિભાગના ડૉક્ટર્સની અથાગ મહેનતથી દોમડાની માત્ર 3 માસની દીકરી શિવાની 14 દિવસમાં કોરોનામુકત થઇ શકી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દોમડા ગામની માત્ર 3 માસની ઉંમરની શિવાની સુનીલભાઇ સોલંકી નામની બાળકીને ગત તા. 9 સપ્ટેમ્બરના રોજ 3 દિવસથી શરદી, ઉધરસ અને તાવના લક્ષણો અને છેલ્લા એક દિવસથી શ્વાસ લેવાની તકલીફ સાથે રાજકોટની પંડિત દીનદયાલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

3 માસની બાળકી કોરોના પોઝિટિવ

કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શિવાનીની કોરોના સંબંધિત સારવાર શરૂ કરવામાં આવી હતી. શિવાનીને શ્વાસની ગંભીર સમસ્યા હોવાથી તાત્કાલિક હાઇફ્લો ઓક્સિજન મશીન પર રાખવામાં આવી હતી. આઠ દિવસ સુધી સતત ઓક્સિજન અને અન્ય સઘન સારવારના પરિણામે શિવાનીને શ્વાસ લેવામાં થોડી રાહત થઇ. 17 સપ્ટેમ્બરે તો શિવાની જાતે શ્વાસ લેતી થઇ જતાં સાદા ઓક્સિજન પર શિફ્ટ કરવામાં આવી હતી. કોઇપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિથી બચવા માટે શિવાનીને રૂમ એર પર રાખવામાં આવી. તેણીને સાવ સારૂં થઇ જતાં અને અન્ય કોઇપણ ગંભીર બીમારી ન હોવાથી આજે 22 સપ્ટેમ્બરે શિવાનીને પી.ડી.યુ. હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

14 દિવસની સઘન સારવાર

આ અંગેની વિગતો આપતાં પી.ડી.યુ. હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શિવાનીની સારવાર તજજ્ઞ પીડિયાટ્રિક્સ ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી અને શિવાનીને 14 દિવસની સઘન સારવારનાં પ્રતાપે કોરોના જેવી બીમારીમાંથી બચાવી શકાઇ, જેનો અમને ખૂબ જ આનંદ છે.

વધુ વાંચો: Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા

વધુ વાંચો: સુરતમાં ફરી વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, જે સ્કૂલમાંથી કેસ મળ્યો એ સ્કૂલ 25 સપ્ટેમ્બર સુધી બંધ

ABOUT THE AUTHOR

...view details