ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાંથી 3 બંગાળી કારીગરો 80 લાખનું સોનું લઈને ફરાર

રાજકોટમાંથી બંગાળીના કારીગરો સોની વેપારી પાસે સોનું લીધા બાદ અચાનક નાસી છૂટ્યા હતા. જે મામલે અગાઉ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં અરજી થયા બાદ આજે સોમવારે પોલીસે ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

બંગાળી કારીગર સોનું લઈને ફરાર
બંગાળી કારીગર સોનું લઈને ફરાર

By

Published : Jan 11, 2021, 9:39 PM IST

  • ચાર જેટલા વેપારીઓનું ત્રણ બંગાળી કારીગરો સોનું ઉઠાવી ફરાર
  • આ સોનાની કિંમત 80 લાખ
  • પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટઃ શહેરમાંથી બંગાળીના કારીગરો સોની વેપારી પાસે સોનું લીધા બાદ અચાનક નાસી છૂટ્યા હતા. જે મામલે અગાઉ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકમાં અરજી થયા બાદ આજે સોમવારે પોલીસે ફરિયાદ નોંધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ સોનું 2.421 ગ્રામ જેટલું છે. જેથી કિંમત અંદાજે રુપિયા 80 લાખની આસપાસ થાય છે.

80 લાખનું સોનું લઈને ફરાર

રાજકોટના 4 જેટલા અલગ અલગ સોની વેપારીઓનું સોનું 3 બંગાળી કારીગરો લઈને ફરાર થઈ ગયા છે. આ ચારેય સોની વેપારીઓએ સોનાની વસ્તુઓ બનાવવા માટે કારીગરોને સોનું આપ્યું હતુ. જો કે, કારીગર દ્વારા વસ્તુઓ બનાવી આપવામાં આવી ન હતી. જેને લઈને તેનો સંપર્ક કરવામાં આવતાં તે દુકાનને તાળાં મારી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

3 બંગાળી કારીગરો વિરુદ્ધ ફરિયાદ

જે 3 બંગાળી કારીગરો સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાં મહમદ હનીફ હારૂન, સુજાન કાળીદાસ સંતરા, ભગીરથદાસ શીતલદાસ બંગાળીનો સામેલ છે. આ ત્રણેય કારીગરો મૂળ પશ્ચિમ બંગાળના છે. જો કે, આ અગાઉ પણ મોટી માત્રામાં સોનું ઉઠાવી જવાની પોલીસ ફરિયાદ નોંધતી આવી છે, ત્યારે ફરી એકવાર રાજકોટની સોની બજારમાંથી બંગાળી કારીગરો દ્વારા રુપિયા 80 લાખના સોનાની ઉઠાંતરી કરવામાં આવતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details