ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપા ચૂંટણી: 72 બેઠકો માટે 299 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ

રાજકોટ મહાનગરપાલિકાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પણ આજે મંગળવારે પૂર્ણ થઈ છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી તેમજ એનસીપી અને અપક્ષ સહિતના પક્ષોના ઉમેદવારો મળીને કુલ 299 જેટલા ઉમેદવારો ફાઇનલ થયા છે.

રાજકોટ મનપા ચૂંટણી
રાજકોટ મનપા ચૂંટણી

By

Published : Feb 9, 2021, 10:28 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 299 ઉમેદવારો મેદાનમાં
  • આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
  • NCP અને અપક્ષ દ્વારા પણ ઉમેદવારી નોંધાવાઈ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની અને પરત ખેંચવાની પ્રક્રિયા પણ આજે મંગળવારે પૂર્ણ થઈ છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી તેમજ એનસીપી અને અપક્ષ સહિતના પક્ષોના ઉમેદવારો મળીને કુલ 299 જેટલા ઉમેદવારો ફાઇનલ થયા છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 299 ઉમેદવારો વચ્ચે 72 બેઠકો માટે ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેના માટે 299 ઉમેદવારો આજે વહીવટીતંત્ર દ્વારા ફાઇનલ કરવામાં આવ્યા હતા.

ભાજપના 72, કોંગ્રેસના 70 અને AAPના 72 ઉમેદવારો

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી માટે આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેને લઇને ચૂંટણી તંત્ર દ્વારા ફોર્મ ભરનારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપના 72 ઉમેદવાર, કોંગ્રેસના 70 ઉમેદવાર જ્યારે આમ આદમી પાર્ટીના 72 ઉમેદવાર ફાઇનલ કરવામાં આવ્યા છે. જેથી કુલ 299 ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે. આ 299 મારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે, જ્યારે NCP અને અપક્ષ દ્વારા પણ કેટલીક બેઠકો પર દાવેદારી નોંધાવવામાં આવી છે, જે બેઠકો પણ મહત્વની સાબિત થઈ શકે એવી છે.

મનપાની ચૂંટણીમાં 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

રાજકોટ મનપાની ચૂંટણી માટે જ્યારથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થયો છે, ત્યારથી આજ સુધીમાં ભાજપ અને કોંગ્રસમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ખટરાગ ઉત્પન્ન થતો જોવા મળ્યો છે. જેને પરિણામે દરેક પાર્ટીના ઉમેદવારો પૈકી કુલ 14 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હોવાનું હાલ સામે આવ્યું છે. આજે મંગળવારે વોર્ડ નં. 1થી 3માં 3 ફોર્મ પરત ખેંચાયા હતા. વોર્ડ નં.1માંથી એક અપક્ષ, વોર્ડ નં.2માંથી એક અપક્ષ અને વોર્ડ નં.3માંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આ સાથે વોર્ડ નં.1માં હવે કુલ 21, વોર્ડ નં. 2માં 12 અને વોર્ડ નં.3માં 15 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details