ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં છેલ્લા 8 મહિનામાં 26 હજાર લોકોના મોત થયા, RMCના જન્મમરણ વિભાગનો ખુલાસો - કોરોનાની બીજી લહેર

દેશમાં કોરોના હજી પણ સંપૂર્ણપણે ગયો નથી. તેવામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. ત્યારે કોરોના કાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ કેટલા લોકોના મોત થયા તે અંગે ETV Bharatની ટીમે સરવે કર્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે, આ વર્ષે 2021 શરૂ થતાની સાથે અત્યાર સુધીમાં કુલ 25,919 લોકોના મોતની નોંધ રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં થઈ છે.

રાજકોટમાં છેલ્લા 8 મહિનામાં 26 હજાર લોકોના મોત થયા, RMCના જન્મમરણ વિભાગનો ખુલાસો
રાજકોટમાં છેલ્લા 8 મહિનામાં 26 હજાર લોકોના મોત થયા, RMCના જન્મમરણ વિભાગનો ખુલાસો

By

Published : Sep 7, 2021, 5:39 PM IST

  • રાજકોટમાં છેલ્લા 8 મહિનામાં 25,919 લોકોના મોત થયા
  • રાજકોટ મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગના આંકડા અનુસાર સામે આવી માહિતી
  • ગયા વર્ષ કરતા આ વર્ષનો મૃત્યુઆંક વધી ગયો


રાજકોટ: દેશમાં કોરોના હજી પણ સંપૂર્ણપણે ગયો નથી. તેવામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. ત્યારે કોરોના કાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટમાં કુલ કેટલા લોકોના મોત થયા તે અંગે ETV Bharatની ટીમે સરવે કર્યો હતો, જેમાં સામે આવ્યું હતું કે, આ વર્ષે 2021 શરૂ થતાની સાથે અત્યાર સુધીમાં કુલ 25,919 લોકોના મોતની નોંધ રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં થઈ છે. જ્યારે ગત વર્ષ દરમિયાન પણ જે મોતનો આંક આવ્યો તે ખુબ જ ચોંકાવનારો હતો. રાજકોટમાં 8 મહિનામાં 25 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો-Corona Updates: દેશમાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધુ નવા કેસ, 290 મોત

છેલ્લા 8 મહિનામાં 25,919 લોકોના મોત

રાજકોટમાં છેલ્લા 8 મહિનાની વાત કરીએ તો, વર્ષ 2021 જાન્યુઆરીથી આજદિન સુધીમાં કુલ 25,919 લોકોના મોતની નોંધણી રાજકોટ મહાનગરપાલિકામાં થઈ છે, જેમાં પુરુષોની વાત કરીએ તો 14,963 અને સ્ત્રીઓની વાત કરવામાં આવે તો 10,956 જેટલી છે. આ વર્ષનો મૃત્યુઆંક ગત વર્ષની સરખામણીએ વધુ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો-ત્રીજી લહેરના ભણકારા: પટના એઈમ્સમાં કોરોના પોઝિટિવ બાળકીનું મોત, બે દાખલ
વર્ષ 2020માં 19, 360 લોકોના મોત

દેશમાં કોરોના મહામારી છેલ્લા દોઢ વર્ષથી છે. ગયા વર્ષે રાજકોટ મનપામાં કુલ 19,360 લોકોના મોત થયા છે, જેમાં જાન્યુઆરી 2020થી ડિસેમ્બર સુધીમાં 12,119 પુરુષના મોત નોંધાયા છે. જ્યારે મહિલાઓની વાત કરીએ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર સુધીમાં 7,541 જેટલા મોત નોંધાયા છે. આમ, આ આંક ચાલુ વર્ષની સરખામણીમાં ઓછા છે. જ્યારે કોરોના છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી દેશમાં છે. ત્યારે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાયો છે.

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ ઘણા મોત

સામાન્ય રીતે ભારતમાં ગત વર્ષે માર્ચથી કોરોનાના કેસ આવવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધીમેધીમે કોરોના ઘટી ગયો હતો અને પછી કોરોનાની બીજી લહેર આવી હતી, જે વર્ષ 2021ના શરૂઆતમાં જોવા મળી હતી. જ્યારે કોરોનાની પ્રથમ લહેર કરતા કોરોનાની બીજી લહેરમાં મોટા ભાગના દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હોવાની વાતો સામે આવી હતી. જ્યારે મહાનગરપાલિકામાં પણ મોતના લઈને જે નોંધણી કરવામાં આવી છે. તેમાં પણ મૃત્યુ આંક વધુ જોવા મળી રહ્યો છે. આમ કહી શકાય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણાં મોત થયા હતા પરંતુ હજુ સુધી કોરોનાના કારણે કુલ કેટલા લોકોના મોત થયા હોવાની વાત સ્પષ્ટ રીતે બહાર આવી નથી.

ABOUT THE AUTHOR

...view details