ગુજરાત

gujarat

ETV Bharat / city

ત્રીજી લહેરની તૈયારી, રાજકોટ સિવિલમાં વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને અપાશે ટ્રેનિંગ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવાની પુરી તૈયારી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. સિવિલના વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને ભવિષ્યમાં આવનારી મહામારી સામે લડવા માટે ટ્રેનિંગ આપવામાં આવશે.

Latest news of Rajkot
Latest news of Rajkot

By

Published : Jul 29, 2021, 5:13 PM IST

  • રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી
  • સિવિલમાં વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને અપાશે ટ્રેનિંગ
  • રાજકોટ સિવિલ હોસ્પિટલ ભવિષ્યમાં આવનારી મહામારી સામે લડવા સક્ષમ

રાજકોટ: દેશમાં આગામી દિવસોમાં ત્રીજી લહેર (The third wave of the corona) આવવાની પુરી શક્યતાઓ જણાઈ રહી છે. એવામાં રાજકોટ સહિતના જિલ્લાઓમાં ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આરોગ્ય કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને વિશેષ ટ્રેનિંગ (Special training for health workers) આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં પણ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ના અંદાજીત 2500 જેટલા કર્મચારીઓ જે વર્ગ 1થી લઈને 4 સુધીના તમામને આ ત્રીજી લહેરને પહોંચી વળવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેના થકી ભવિષ્યમાં આવનારી મહામારી સામે લડી શકાય છે.

રાજકોટ સિવિલમાં વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને અપાશે ટ્રેનિંગ

ત્રીજી લહેર બાળકો માટે ઘાતક હોવાનું અનુમાન

દેશમાં કોરોનાની પ્રથમ લહેરમાં મુખ્યત્વે વૃદ્ધ અને મોટી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા. જ્યારે કોરોનાની બીજી લહેરમાં મુખ્યત્વે યુવાવર્ગ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. આમ હવે ત્રીજી લહેરની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) માં સૌથી વધુ નાની ઉંમરના બાળકો સંક્રમિત થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ બાળકોને ધ્યાનમાં રાખીને ત્રીજી લહેરની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલમાં વર્ગ 1થી 4ના 2500 કર્મચારીઓને અપાશે ટ્રેનિંગ

આ પણ વાંચો: કોરોના રસી લેવાથી મ્યુકરમાઇકોસિસથી પણ બચી શકાય: રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

બાળકો માટેના ICUની અપાઈ રહી છે ટ્રેનિંગ

કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ બાળકો સંક્રમિત થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. એવામાં વિવિધ જિલ્લાઓમાં હવે બાળકો જો વધુ પ્રમાણમાં સંક્રમિત થાય તો બાળકોને ક્યાં પ્રકારે સારવાર આપી શકાય તેમજ બાળકો માટે વિવાદ જિલ્લાઓની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ છે તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. મુખ્યત્વે બાળકો વધુ પ્રમાણમાં સિરિયસ હોય તો તેમને ICUમાં કેવી રીતે રાખીને તેની સારવાર કરવી આ તમામ બાબતોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓ, ઇન્જેક્શન આપ્યા બાદ 25 દર્દીઓને આડઅસર

2500 કર્મચારીઓને આપવામાં આવશે ટ્રેનિંગ

ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં તંત્ર દ્વારા હવે કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ ડૉ. આર.એસ ત્રિવેદીએ Etv Bharat ને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવેલા તમામ કર્મચારીઓ જે અંદાજીત 2500 જેટલા છે તેમને હાલમાં ટ્રેનિંગ અઓવામાં આવી રહી છે. એક અઠવાડિયાની ટ્રેનિંગ રહેશે. જેમાં વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના તમામ કર્મચારીઓનો સમાવેશ થશે. મુખ્યત્વે બાળકોને ધ્યાનમાં રાખીને આ ટ્રેનિંગ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details