- રાજકોટમાં વસતા 250 પાકિસ્તાની પરિવારને હવે અહીંથી જ મળશે નાગરિકતા
- કેન્દ્ર સરકાર દ્વારા કરાયો નિર્ણય
- છેલ્લા 10વર્ષથી વધુ સમયથી રહેતા 250 જેટલા પરિવારને આનો સીધો જ લાભ મળશે
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા હવે શરણાર્થીઓને પોતાના જ જિલ્લામાં નાગરિકતા મળે તે માટેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના થકી રાજકોટમાં છેલ્લા 10વર્ષથી વધુ સમયથી રહેતા 250 જેટલા પરિવારને આનો સીધો જ લાભ મળશે. તેઓને કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે હવે ગાંધીનગર અથવા દિલ્હી સુધીમાં ધક્કા નહિ ખાવા પડે, તેમને રાજકોટમાંથી જ નાગરિકતા મળી જશે. અત્યાર સુધી તેમને નાગરિકતા માટે દિલ્હી અને ગાંધીનગરના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવેએ સુવિધા અહીં રાજકોટમાં જ શરૂ થવાની હોવાના કારણે અહીં રહેતા પરિવારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં એક માસમાં ત્રણ સગા ભાઈઓનો કોરોનાએ ભોગ લીધો
હવે દિલ્હી, ગાંધીનગરના ધક્કા નહિ ખાવા પડે
પાકિસ્તાનમાંથી આવેલા 250 જેટલા બિન મુસ્લિમ પરિવાર રાજકોટના ભગવતીપરામાં રહે છે, ત્યારે અહીં કેટલાક લોકો 15 વર્ષથી તો કેટલાક 10 વર્ષ કરતા વધુ સમયથી રહે છે, પરંતુ આ લોકોને ભારતની નાગરિકતા માટે દિલ્હી અથવા ગાંધીનગરના ધક્કા ખાવા પડતા હતા. કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાંથી જ બિન મુસ્લિમ લોકોને નાગરિકતા મળશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે અહીં વર્ષોથી રહેતા પરિવારોમાં જાણે દિવાળીનો માહોલ સર્જાયો હોય તેવી ખુશી જોવા મળી છે.