- સ્માર્ટ પાર્કિંગમાં એપની મદદથી QR સ્કેન કોડ વડે પેમેન્ટ કરી શકાશે
- ઘેરથી બેઠા બેઠા એપ્લિકેશનની મારફતે એડવાન્સ બુકીંગ કરી શકાશે
- ઇલેક્ટ્રોનિક કાર ચાર્જ કરવા માટે ચાર ચાર્જિંગ પોઈન્ટસ રાખવામાં આવશે
રાજકોટઃરાજકોટમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં 25 જેટલા સ્માર્ટ પાર્કિંગ (Rajkot Smart City Smart Parking) ઉભા કરવામાં આવશે, જે માટે મનપા (Rajkot Municipal Corporation) દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સ્માર્ટ પાર્કિંગ સંપૂર્ણ ડીઝીટલ હશે, તેમાં QR સ્કેન કોડ વડે પેમેન્ટ (Payment by QR scan code) પણ કરી શકાશે, અને આ સાથે જ પાર્કિંગ સ્થળોએ LED સ્ક્રીન પણ મુકવામાં આવશે, જેમાં કાર અને વાહન પાર્કિંગ માટેના સ્લોટ પણ જોઈ શકાશે અને તે મુજબ પોતાનું વાહન પાર્ક કરી શકાશે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં રોડ રસ્તાઓ પર દબાણ છે તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, ત્યારબાદ નક્કી કરેલા સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ બનાવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટ મનપા દ્વારા સોમવારથી વિવિધ પ્રાણીઉદ્યાન શરૂ કરાશે
પહેલા એક સ્માર્ટ પાર્કિગ બનાવામાં આવ્યું
રાજકોટ મનપા દ્વારા પ્રથમ શહેરના ઢેબર રોડ પર આવેલ નાગરિક બેન્ક નજીક એક સ્માર્ટ પાર્કિંગ બનાવામાં આવ્યું છે. આ સ્માર્ટ પાર્કિંગની મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ સફળ થતા હવે શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 25 જેટલા સ્માર્ટ પાર્કિગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને શહેરમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ મનપા દ્વારા પહેલા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ અહીં સ્માર્ટ પાર્કિંગ બનાવવાની કામગીરી કરવામાં આવશે.