- રાજકોટમાં કોરોના દર્દીઓને રેમડેસીવીર મળી રહે તે માટે સુવિધા
- કલેક્ટરના આદેશ મુજબ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો
- રાજકોટમાં ઈન્જેક્શનની એક પણ માગ પેન્ડિંગ ન હોવાનું જાણવા મળ્યું
રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધતા જરૂરિયાત ધરાવતા દર્દીઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઈન્જેકશન મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે હોસ્પિટલોમાંથી આવતી ઇન્જેકશનની જરૂરિયાતના ઓનલાઇન ડોક્યુમેન્ટ તપાસીને મંજૂર કરવામાં આવે છે. કલેક્ટર કચેરી ખાતે રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરિયાત અંગેની મંજૂરીઓ તત્કાલ આપવા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ કંટ્રોલરૂમ રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:વલસાડ જિલ્લામાં કોરોના દર્દીને આસાનીથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે કલેક્ટરે કર્યું આયોજન
કંટ્રોલરૂમમાં બે મામલતદાર દ્વારા સતત મોનિટરીંગ
આ કંટ્રોલરૂમમાં બે મામલતદાર એચ.સી.તન્ના અને ઉત્તમ કાનાણી દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે જુદી જુદી ત્રણ શિફ્ટમાં 12 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. વધુ વિગત આપતા મામલતદાર કાનાણીએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમ ખાતે જુદી જુદી કોલિંગ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને કંટ્રોલ રૂમ વચ્ચે કોમ્યુનિકેશન માટે બે વોટ્સએપ નંબર 99740 73456 અને 99745 83255 પણ કાર્યરત છે. જેમાં હોસ્પિટલના પ્રતિનિધિ, દર્દીનું આધારકાર્ડ, પોઝિટિવ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને નિયત ઇન્ડેન ફોર્મ મોકલે છે. જેના આધારે તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવે છે. દર્દીના સગાને ઇન્જેક્શન માટે કોઈ મુશ્કેલી રહેતી નથી અને તેથી જ કાર્યવાહી હોસ્પિટલ અને કંટ્રોલ રૂમ વચ્ચે થાય છે. એપ્રુવલ મળતા જ હોસ્પિટલના પ્રતિનિધિ અથવા તે અધિકૃત કરે તેને આ ડૉક્યુમેન્ટ લઈને કુંડલીયા કોલેજના મધ્યસ્થ વિતરણ કેન્દ્ર ખાતેથી ઇન્જેક્શન આપવામાં આવે છે.