- સમગ્ર કાર્યક્રમ રાજકોટના રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી એડિટોરિયમમાં યોજાશે
- મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ શહેર ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે
- નવા નિર્માણ થયેલા આવાસ યોજનાઓના ડ્રો થશે
રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટના વિકાસ માટે અનેકવિધ કાર્યો શરૂ છે. ત્યારે આવતીકાલે 7જૂનની રોજ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અંદાજીત રૂપિયા 235 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ રાજકોટના રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી એડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ શહેર ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો:મુખ્યપ્રધાને મોડાસામાં વિવિધ વિકાસના કામોનું ઇ-લોકાર્પણ કર્યું