- રાજકોટ AIIMS ના 21 પ્લાનને અપાઈ લીલીઝંડી
- પીપળીયાથી AIIMS સુધીનો ટૂ-વે રોડ બનાવવાનો નિર્ણય લેવાયો
- IIMSમાં અડચણરૂપ મેઈન હેવી વીજલાઈન 8 દિવસમાં જ અન્ડરગ્રાઉન્ડ કરાશે
રાજકોટ : શહેરમાં આવેલા જામનગર રોડ ખાતે આગામી દિવસોમાં ભવ્ય AIIMS હોસ્પિટલનું નિર્માણ થશે. જેના માટેના વિવિધ પ્રોજેકટને હાલ સરકાર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ત્યારે મંગળવારના રોજ કુલ 22માંથી 21 પ્લાનને RUDA સહિતની વિવિધ કચેરીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે AIIMSની મુખ્ય બિલ્ડીંગના 7 માળ સહિત અલગ અલગ 22 બ્લોકનું નિર્માણ કરવામાં આવશે.
AIIMS દ્વારા બિલ્ડીંગ પ્લાન-પ્રોસેસ ફી પણ ભરી દેવામાં આવી
આગામી દિવસોમાં AIIMSનું નિર્માણ થશે, ત્યારે AIIMS દ્વારા કુલ રૂપિયા 1.39 કરોડ ભરી દેવામાં આવ્યા છે. કામગીરી ઝડપી બને તે અર્થે AIIMSની સાઈટ પર જ મોટા ભાગના અધિકારીઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AIIMSમાં અડચણરૂપ મેઈન હેવી વીજલાઈન 8 દિવસમાં જ અન્ડરગ્રાઉન્ડ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે 9 મીટરનો રસ્તો બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે, પરંતુ પરાપીપળીયાથી AIIMS સુધીનો ટૂ-વે રોડ રૂડા-માર્ગ-મકાન દ્વારા બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો -રાજકોટ AIIMSમાં આગામી ડિસેમ્બરથી OPD શરૂ થશે