ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે 20,000 લીટર ક્ષમતાની ઓક્સિજન ટેન્ક ઉભી કરાશે - રાજકોટ ના તાજા સમાચાર

રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે 20,000 હજાર લીટર ક્ષમતાની ઓક્સિજન ટેન્ક ઉભી કરાશેે. જેે થી કોરોના દર્દીઓનેે સરળતાા રહેશેે.

સમરસ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક
સમરસ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક

By

Published : Apr 30, 2021, 7:21 PM IST

  • રાજકોટ સમરસ હોસ્ટેલ ખાતે 20,000 હજાર લીટર ક્ષમતાની ઓક્સિજન ટેન્ક ઉભી કરાશેે
  • જેથી કોરોના દર્દીઓનેે સરળતાા રહેશેે.
  • રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી

રાજકોટ: રાજકોટ શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ખાળવા અને દર્દીઓને બચાવવા માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. જેના ભાગરૂપે રાજકોટની સમરસ હોસ્પિટલ ખાતે દર્દીઓને સત્વરે ઓક્સિજન સહિતની તમામ સારવાર મળી રહે તે માટે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20,000 લીટર ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક સમરસ હોસ્ટેલ ખાતે ઉભી કરવામાં આવી રહી છે.

ઓક્સિજન ટેન્ક

દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે

આ અંગે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે. તેનો સમાજના હિતાર્થે ઉપયોગ કરવામાં અમે પાછી પાની નહીં કરીએ. જ્યારે ફાલ્કન પરિવારના જગદિશભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજા રોટલો અને ઓટલો આપવામાં હમેશા આગળ રહી છે. આવી મહામારીના સમયમાં માનવધર્મને બચાવવા માટે ખંભે-ખંભા મીલાવીને માનવજાતને બચાવીએ અને આગળ વધીએ. સમરસ હોસ્ટેલમાં 20,000 લીટરની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાથી 800 લોકોની હોસ્પિટલમાં દૈનિક 200 લોકોને જીવનદાન આપી શકાશે.

સમરસ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક

1,000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે કે હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે 1,000 લીટરની ક્ષમતાવાળા 8 ઓક્સિજન ટેન્ક કાર્યરત છે. હજાર લિટરની આઠ ટેન્કોને અત્રેથી મુક્ત કરીને અન્ય સેન્ટર પર કાર્યરત કરવામાં આવશે. મહત્તમ દર્દીઓને સારવાર આપતી વખતે ઓક્સિજનની અછત ના સર્જાય તેવા શુભાશય સાથે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના સહકારથી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details