ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારત બંધ: રાજકોટમાં 2,000 પોલીસકર્મી ખડેપગે - રાજકોટ પોલીસ

ખેડૂતો દ્વારા 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે 8 ડિસેમ્બરને મંગળવારે રાજકોટમાં બંધને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં 2,000 જેટલા પોલીસકર્મીને ખડેપગે રાખવામાં આવશે. જે શહેરમાં કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોંગ્રેસ-NCP અને AAP સહિતના પક્ષો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ETV BHARAT
રાજકોટમાં 2,000 પોલીસકર્મી ખડેપગે

By

Published : Dec 7, 2020, 10:56 PM IST

  • 8 ડિસેમ્બર ભારત બંધ
  • બંધ દરમિયાન 2,000 પોલીસકર્મી રહેશે ખડેપગે
  • કોંગ્રેસ-NCP અને AAPનું બંધને સમર્થન

રાજકોટઃ શહેરમાં આવતીકાલેને મંગળવારે ખેડૂતોના ભારત બંધને લઈને અંદાજે 2,000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેવાના છે. જેમાં DCP અને ACP કક્ષાના 15 પોલીસ અધિકારીઓ, PI-PSI કક્ષાના 100 કરતા વધુ અધિકારીઓ, જ્યારે 4 SRPની કંપની સહિત કુલ 2000 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહીને બંધ દરમિયાન ફરજ બજાવશે. આ ઉપરાંત શહેરમાં જો કોઈને પણ જબરજસ્તી બંધમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરશે.

રાજકોટમાં 2,000 પોલીસકર્મી ખડેપગે

પોલીસ કમિશ્નર મનોગ અગ્રવાલે કરી અપીલ

આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મંગળવારે APMC તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને શહેરમાં કોઈને પણ જબરજસ્તી રીતે બંધમાં જોડવામાં આવશે, તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પોલીસ કમિશ્નરે સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના નિયમોનું પાલન કરવાનું અને 8 ડિસેમ્બરે શહેરમાં 4 લોકોને ભેગા નહીં થવાની અપીલ પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details