રાજકોટઃ હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક બજેટ ખોરવાયું છે. ક્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિવિધ પક્ષો દ્વારા વિરોધ અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ, AAPના 20 કાર્યકર્તાની અટકાયત
હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા આમ આદમીના 20 કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી.
etv bharat
આજે રાજકોટના રેસકોર્સ ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો એક કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ 20 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષણ ફી વધારો અને પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવની સામે આમ આદમીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા આપના 20 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.