- નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલા દેવાંગ મેર નામના શખ્સની ધરપકડ
- 10000માં રૂપિયા વેંચવામાં આવતા હતા રેમડેસીવીર ઇન્જેક્શન
- સત્કાર કોવિડ હોસ્પિટલમાં કામ કરતાં વ્યક્તિ પાસેથી આવતા હતા ઇન્જેક્શન
રાજકોટ:સમગ્ર દેશ કોરોના મહામારીથી પિસાઈ રહ્યો છે. ત્યારે, આવા કપરા સમયમાં એક બીજાને મદદ રૂપ થવું ખૂબ જરૂરી છે. પરંતુ, રાજકોટમાં અમુક એવા તત્વો છે જે આવી મહામારીમાં પણ મજબૂરીનો ફાયદો ઉઠાવી જરૂરિયાતમંદોને લૂંટી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવારમાં મદદ રૂપ રેમડેસીવીરના ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. આવી મહામારીમાં પણ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 10000માં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બાજરી કરતાં 2 શખ્સોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:LIVE: રાજકોટમાં કોવિડ ઇન્જેક્શનની કાળા બજારી મામલે પોલીસની પત્રકાર પરિષદ
મુળ કિંમત કરતાં વધુ ભાવે ઇન્જેક્શનમાં કાળા બજારી
રાજકોટમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાની ફરિયાદોને પગલે નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલા દેવાંગ મેર નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મુળ કિંમત કરતાં ખુબ જ વધુ ભાવે આ ઇન્જેક્શન વેંચી દેવાંગ કાળા બજાર કરતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેથી, છટકુ ગોઠવી ક્રાઇમ બ્રાન્ચે દેવાંગ પાસેથી ઇન્જેક્શન મંગાવીને ઇન્જેક્શન આપવા આવતાની સાથે જ ગુરૂપ્રસાદ ચોક પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી લીધો હતો.
રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ આ પણ વાંચો:લોકો માસ્ક ન પહેરે તો 1 હજાર રૂપિયા દંડ વસૂલવાનો સરકાર પરિપત્ર બહાર પાડેઃ હાઈકોર્ટ
10000 રૂપિયામાં ઇન્જેકશન અપાતું હતું
આ અંગે પોલિસ પૂછપરછમાં દેવાંગને આ ઇન્જેક્શન બસ સ્ટેશન પાછળ આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં કામ કરતાં પરેશ વાજાએ આપવાનું જણાવતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે જ પોલીસે હોસ્પિટલના તબિબને નિવેદન માટે બોલાવવા તજવીજ હાથ ધરી છે. તેમની પાસેથી 4 જેટલા ઇન્જેક્શન કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં દેવાંગ રેમડેસીવીરનું એક ઇન્જેકશનનું 10000 રૂપિયામાં કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું છે.