ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓના ચેકડેમમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત - રાજકોટ મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓના ચેકડેમમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત

ચોમાસુ આવતાની સાથે જ રાજકોટ સહિતના વિસ્તારોમાં લોકો ચેકડેમમાં અથવા તળાવમાં ડૂબી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. રાજકોટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. જેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. જેમાં તેમનું મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ડૂબી જવાના કારણે મોત થયા વિદ્યાર્થીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.

રાજકોટ મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓના ચેકડેમમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત
રાજકોટ મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓના ચેકડેમમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત

By

Published : Aug 15, 2021, 8:35 PM IST

  • રાજકોટમાં ચેકડેમમાં ન્હાવા પડેલા 3 તબીબી વિદ્યાર્થીઓ ડૂબ્યા
  • બન્નેના મૃતદેહોને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • છેલ્લા 3 દિવસમાં ડૂબી જવાથી મોતના કુલ 5 કિસ્સાઓ નોંધાયા

રાજકોટ: જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે આવેલ ચેકડેમમાં મેડિકલ કોલેજના રવિ રાઠોડ અને ચિરાગ ડામોર નામના બે યુવાન ગઇકાલે સાંજે ન્હાવા પડ્યા હતા. જોકે, ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જતા બંને યુવાનના મોત નીપજ્યા હતા. જ્યારે બન્ને ભાવી ડોકટરના ડૂબવાના કારણે મોત થયા પરિવારનો પર દુઃખનો આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે લોધિકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

રાજકોટ મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓના ચેકડેમમાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત

3 દિવસમાં ડૂબવાના કારણે 5ના મોત

ચોમાસુ આવતા લોકોના નદી, નાલા કે ચેકડેમમાં ડૂબવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં કુલ 5 જેટલા લોકોના પાણીમાં ડૂબવાના કારણે મોત થયા છે. અગાઉ ત્રણ જેટલી યુવતીઓના કાંગસિયાળી ખાતેના ચેકડેમમાં ઊંડા પાણીમાં ડૂબવાના કારણે મોત થયા હતા. ત્યારે ફરી આજે બે મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના ઓન ડૂબવાના કારણે મોત થયા છે. આમ છેલ્લા 3 દિવસમાં કુલ 5 જેટલા લોકોના મોતની ઘટના સામે આવી રહી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details