- રાજકોટમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો મામલો
- રાજકોટ પોલીસે બે ઇસમની ધરપકડ
- બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
રાજકોટઃ દિવાળીના તહેવારના હવે બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટમાં બે દિવસ પહેલા ચાલુ કારમાંથી અજાણ્યા ઇસમો ફટાકડા સળગાવીને બહાર નાખી રહ્યા ( exploding firecrackers from a moving car ) હતાં. જે સમગ્ર ઘટનાનો જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની આસપાસની હતી. જે મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટ પોલીસે (Rajkot Police) ફટાકડા ફોડવા મામલે બે ઇસમોની ધરપકડ કરી બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં કારમાંથી ફટાકડા સળગાવી નાખી ફટાકડા ફોડવાનો વિડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાખતા હતાં
રાજકોટમાં બે દિવસ પહેલાં રાત્રી દરમ્યાન બે જેટલા ઈસમો દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં કાર સાથે ફરતા હતાં. જે દરમ્યાન એસ્ટ્રોન ચોકમાં આ ઈસમોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવીને બહાર નાખતા ( exploding firecrackers from a moving car ) હતા. આવી રીતે ફટાકડા ફોડીને વાહનચાલકોના જીવ જોખમાય તેવી હરકતો આ લોકો દ્વારા કરવામાં આવી હતી. જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઇને રાજકોટ પોલીસ (Rajkot Police) દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને કારમાંથી સળગાવીને ફટાકડા બહાર નાખવા મુદ્દે બે શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો