- ગ્રામ્યમાં આજે ફરી કોરોના કેસ 200 નજીક
- સારવાર દરમિયાન વધુ 04 દર્દીના થયા મોત
- આજે વધુ 207 દર્દીઓ સ્વસ્થ થયા
સુરત: ગ્રામ્યમાં થોડા દિવસની આંશિક રાહત બાદ ફરી ધીમે-ધીમે કોરોના આક્રમણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજ રોજ સુરત ગ્રામ્યમાં વધુ 197 કોરાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ 04 દર્દીઓના મોત થયા હતા. હાલ ગ્રામ્યમાં 1,771 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 207 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી