રાજકોટઃ શહેરમાં સત્તત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે દર્દીઓના મૃત્યુઆંકમા પણ વધારો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 19 દર્દીઓના કોરોનાની સારવારના કારણે મોત થયા છે. જેમાં 17 દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને 2 દર્દીઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.જેનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 19 કોરોના દર્દીના મોત, કેસમાં સતત વધારો - સૌરાષ્ટ્રભરના દર્દીઓ
રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઈ રહ્યો છે. ત્યારે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓના મોત થયા છે.
crore patients
રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના 5222 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલમાં 995 દર્દીઓ રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. જેને લઈને પણ કોરોનાના પોઝિટિવ કેસના આંકમા વધારો જોવા મળી રહે છે.