ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે પણ અડીખમ છે, ખંભાલિડાની 1800 વર્ષ પ્રાચીન Buddhist cave - પ્રવાસન

ગુજરાતમાં આવેલી અને પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર 1800 વર્ષ પ્રાચીન શૈલ બૌદ્ધ ગુફાઓ ( Buddhist cave ) રાજકોટ જિલ્લાના અને ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામમાં આવેલ છે. આ ખંભાલિડા ગામ ભાદર નદીના કાંઠે સાતવડાની ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીંથી તદ્દન નજીક જગવિખ્યાત ખોડલધામ મંદિર અને વીરપુરનું જલારામબાપા મંદિર પણ આવેલું છે.

આજે પણ અડીખમ છે, ખંભાલિડાની 1800 વર્ષ પ્રાચીન Buddhist cave
આજે પણ અડીખમ છે, ખંભાલિડાની 1800 વર્ષ પ્રાચીન Buddhist cave

By

Published : Jul 16, 2021, 12:33 PM IST

  • આ બૌદ્ધ ગુફાઓ મહાયાન બૌદ્ધ સંપ્રદાયની છે
  • આ ગુફામાં પદ્મપાણી અને વજ્રપાણી બૌદ્ધિસત્વની મૂર્તિઓ આવેલી છે
  • આ ઐતિહાસિક બૌદ્ધ ગુફા ( Buddhist cave) 1958માં શોધવામાં આવી હતી


    Body: રાજકોટ જિલ્લામાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે.તેમાંની એક છે આ બૌદ્ધ ગુફાઓ. તેમાં પણ આખા ગુજરાતના પ્રાચીન શિલ્પ ધરાવતી એકમાત્ર ગુફાઓ ( Buddhist cave ) આવેલી છે.ગુજરાતના ઐતિહાસિક સ્થળોમાંથી એક આખા ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી એક માત્ર શૈલ બૌદ્ધ ગુફાઓ આ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામમાં પ્રાચીન અંદાજે 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ખંભાલિડા ગામ ભાદર નદીના કાંઠે અને સાતપુડાની ટેકરીઓના ખોળામાં આવેલું છે. આ ગામ કાગવડના જગવિખ્યાત ખોડલધામ મંદિર તેમજ વીરપુરનું જલારામબાપા મંદિર પણ નજીક પડે છે. ગોંડલ તાલુકામાં આવતું આ ખંભાલિડા ગામ જેતપુર શહેરથી ખાસ્સું નજીક આવેલું છે.
    રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ બૌદ્ધ ગુફાઓના વિકાસ અંગે કમર કસી
    શૈલ બૌદ્ધ ગુફાઓની શોધ 1958ના જુલાઈ મહિનામાં થઈ હતી


    ખંભાલિડા ગામમાં 15 પ્રાચીન Bauddh caves

    ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર શૈલ બૌદ્ધ ગુફાઓની ( Buddhist cave ) શોધ મુંબઈ રાજ્યના ગુજરાત પુરાતત્વ વિભાગના વડા પી.પી. પંડ્યાએ 1958ના જુલાઈ મહિનામાં કરી હતી. અહીં હાલ 15 જેટલી ગુફાઓ જોઈ શકાય છે. આ ગુફાઓ ત્રીજી સદીના અંતભાગે અને ચોથી સદીના આરંભે બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ગુફાના પ્રવેશ દ્વાર ઉપર જમણી તરફ પૂરા કદની અવલોકિતેશ્વર પદ્મપાણી અને ડાબી બાજુ અવલોકિતેશ્વર વજ્રપાણી બોધિસત્વની મૂર્તિઓ કોતરવામાં આવી છે.આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક ઝરણાના કિનારે આવેલી છે. આ ઝરણું ભાદર નદીને મળે છે. આ ઝરણાને કિનારે એક વિશાળ ઘટાદાર બોધિવૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયાત છે.

    ગુજરાતમાં આવેલ મોટાભાગની Buddhist cave હીનયાન બૌદ્ધ સંપ્રદાયની છે

    ગુજરાતમાં આવેલી મોટાભાગની બૌદ્ધ ગુફાઓ ( Buddhist cave ) હીનયાન સંપ્રદાયની છે. પરંતુ ખંભાલિડામાં આવેલી બૌદ્ધ ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. આ ખંભાલિડા ગામથી રાજકોટ આશરે 65 કી.મી બાય રોડ થાય છે. જ્યારે નજીકનું રેલવે સ્ટેશન વીરપુર (જલારામ) છે અને નજીકનું એરપોર્ટ રાજકોટ એરપોર્ટ છે.


    રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ બૌદ્ધ ગુફાઓના વિકાસ અંગે કમર કસી

    આ એક ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે. હવે બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યારે આ માટે રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ કમર કસી છે અને એક વર્ષમાં કામ સમાપ્ત કરવાના આદેશ પણ આપ્યા છે.

આ પણ વાંચોઃ રાણાવાવ નજીક આવેલ પ્રવાસન સ્થળ જાંબુવતી ગુફા સુધીનો રસ્તો રીપેર કરવા લોક માંગ ઉઠી


2011માં બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા શરુ થયો પ્રોજેક્ટ

રાજકોટ શહેર અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજકોટના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી હતી. જેમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખંભાલિડા બૌદ્ધ ગુફાઓને ( Buddhist cave ) પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત તત્કાલીન નાણાપ્રધાન વજુભાઇ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રવાસન પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી ( Buddhist cave ) અંદાજીત 300 મીટર દૂર વિશાળ પ્રાર્થના હોલ, ગેસ્ટ હાઉસ અને ભોજનાલયના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી તેનું કામકાજ બંધ હતું. આ થયેલા બાંધકામમાં પણ ભારે નુકસાન પહોંચી ગયું છે અને હાલ અવાવરૂ જગ્યા એવી હાલત થઈ ગઈ છે. ખંભાલિડાની ગુફાઓની જાળવણી માટે આશરે 6 કરોડનો ખર્ચ કરાયો હતો પણ ગુફાઓથી દૂર બનાવવામાં આવેલું બાંધકામ અત્યારે બિસ્માર હાલતમાં જોઇ શકાય છે. હવે જોવાનું રહ્યું કે હાલ રાજકોટના કલેકટર દ્વારા જ્યારે આ સ્થળના વિકાસ કાર્ય પૂર્ણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે.

આ પણ વાંચોઃ સોમનાથ નજીક આવેલી બૌદ્ધકાલીન ગુફાઓમાં બનાવાશે કેફેટેરિયા

ABOUT THE AUTHOR

...view details