ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત

રાજકોટમાં પણ કોરોનાની બીજી લહેર ઘાતક બની છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના કારણે 17 દર્દીના મોત થયાં છે. શહેર અને જિલ્લામાં કોરોનાને કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે. જોકે, કોરોના બાદ અહીં મ્યુકર માઈકોસિસના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત
રાજકોટ જિલ્લામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત

By

Published : May 19, 2021, 2:16 PM IST

  • કોરોનાને કાબૂમાં લાવવા શહેરનું આરોગ્ય તંત્ર સજ્જ
  • શહેરમાં કોરોના બાદ મ્યુકર માઈકોસિસના કેસ વધ્યા
  • રાજકોટમાં પણ કોરોનાના બેકાબૂ કેસ ઘટી રહ્યા છે

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોનાને હાહાકાર મચાવ્યો હતો ત્યારે હવે ધીમે ધીમે રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ કાબૂમાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃકોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં કોરોનાના પોઝિટિવ નવા કેસમાં પણ સત્તત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ કાબૂમાં આવતા આરોગ્ય તંત્ર પણ રાહતના શ્વાસ લઈ રહ્યું છે. રાજકોટમાં કોરોના બાદ થતા મ્યુકર માઈકોસિસના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃશ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરાઇ

કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ ઘટી

રાજકોટમાં એક મહિના અગાઉ દરરોજ કોરોનાના 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા હતા. જોકે, હવે રાજકોટમાં દરરોજ કોરોનાના નવા કેસ 100ની આસપાસ આવી રહ્યા છે. જ્યારે અગાઉ 60 કરતા વધુ દર્દીઓમાં મોત કોરોનાના કારણે થતા હતા, જેમાં પણ ધીમેધીમે હવે ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 45 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં હાલ કોરોનાના દર્દીઓને સિવિલ તેમ જ ખાનગી હોસ્પિટલમાં બેડ પણ સારવાર માટે મળી રહ્યા છે. તો આ તરફ કોરોનાના ટેસ્ટ બૂથ પર પણ લોકોની લાઈનો હવે ઘટી છે, જેને જોઈને કહી શકાય છે કે, રાજકોટમાં હવે કોરોનાના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details