ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ પોલીસના 371 જવાનો થયા હતા કોરોના સંક્રમિત, જે પૈકી 14 કર્મીઓએ ડોનેટ કર્યા પ્લાઝમા - Rajkot police donates Plazma

કોરોનાની પહેલી લહેરથી લઈને અત્યાર સુધીમાં કુલ 371 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી 14 પોલીસ કર્મીઓ પ્લાઝમા ડોનેટ કરીને કોરોનાના અન્ય દર્દીઓના જીવ બચાવી રહ્યા છે.

રાજકોટ પોલીસના 371 જવાનો થયા હતા કોરોના સંક્રમિત, જે પૈકી 14 કર્મીઓએ ડોનેટ કર્યા પ્લાઝમા
રાજકોટ પોલીસના 371 જવાનો થયા હતા કોરોના સંક્રમિત, જે પૈકી 14 કર્મીઓએ ડોનેટ કર્યા પ્લાઝમા

By

Published : Apr 29, 2021, 10:50 PM IST

  • રાજકોટમાં અત્યાર સુધીમાં 371 પોલીસ કર્મીઓ થયા સંક્રમિત
  • કોરોનાને માત આપ્યા બાદ પોલીસ કર્મીઓ કરી રહ્યા છે પ્લાઝમા ડોનેટ
  • કેટલાક કિસ્સાઓમાં પોલીસ કર્મીઓના એન્ટીબોડી મેચ થતા ન હોવાનું સામે આવ્યું

રાજકોટઃ રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ વધતા શહેરભરમાં ડરનો માહોલ સર્જાયો છે. એવામાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા એક ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ જે પણ પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય અને સાજા થયા હોય તેઓ પ્લાઝમા ડોનેટ કરે તેવી પોલીસ કમિશ્નર દ્વારા વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જેના કારણે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને રાહત થઈ શકે.

371 પોલીસ અધિકારી કર્મચારીઓ આવ્યા હતા પોઝિટિવ

રાજકોટ પોલીસના અત્યાર સુધીમાં 371 જેટલા અધિકારીઓ અને પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં DCP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તેમજ લોકરક્ષકનો સમાવેશ થાય છે. જ્યારે આ તમામ માંથી મોટાભાગના પોલીસ કર્મીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમજ અન્ય કોરોનાના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે પોતાના પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પણ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અલવ અલગ સેવાઓ શરૂ કરી છે. જેને લઈને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્લાઝમાની જરૂરિયાત માટે PSI એમ.એન.બોરીસાગરના મોબાઈલ નંબર 89800 41411 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

14 પોલીસ કર્મીઓએ પ્લાઝમા ડોનેટ કર્યું

અત્યાર સુધીમાં રાજકોટ પોલીસના 371 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી મોટાભાગના સ્વસ્થ થઈ ગયા છે. ત્યારે આ સ્વસ્થ કર્મચારીઓ કોરોના દર્દીઓને પોતાનું પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. જે પણ શહેરીજનોને પ્લાઝમાની જરૂરીયાત હોય તેવા લોકો રાજકોટ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર પર ફોન કરી શકે છે અને પોલીસ કર્મીઓ જરૂરિયાત મુજબ પોતાનું પ્લાઝમા ડોનેટ કરે છે.

કર્મચારીઓમાં એન્ટીબોડી મેચ ન થતા હોવાનું પણ આવ્યું સામે

આ અંગે ETV Bharat દ્વારા PSI એમ.એન.બોરીસાગર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 14 કર્મચારીઓએ પોતાના પ્લાઝમા ડોનેટ કર્યા છે. જ્યારે હજુ પણ આ પ્રક્રિયા શરૂ છે પરંતુ હાલ માત્ર 50 ટકા જ પોલીસ કર્મીઓ પોતાના પ્લાઝમા ડોનેટ કરી શકે છે, કારણ કે પોલીસ કર્મીઓ નેગેટિવ આવ્યા બાદ લાંબો સમય સુધી રહેતા તેમના એન્ટીબોડી મેચ નહિ થતા હોવાના કારણે આ સમસ્યા સર્જાય છે. તેમજ અમે દરરોજ 6 જેટલા કર્મીઓ પ્લાઝમા ડોનેટ માટે મોકલીએ છીએ. તેમાંથી 3 કર્મીઓના જ એન્ટીબોડી મેચ થાય છે. જ્યારે પોલીસ કર્મીઓના પ્લાઝમા મેચ થતા નથી.

ABOUT THE AUTHOR

...view details