- રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં 1,100 દર્દી લઈ રહ્યા છે સારવાર
- પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો
- કોરોનાના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
રાજકોટ:શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 19,000થી વધુ જોવા મળે છે. જ્યારે રાજકોટની જુદી-જુદી હોસ્પિટલોમાં 1,100 દર્દી સારવાર લઈ રહ્યા છે. ત્યારે શુક્રવારે 122 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે સિવિલમાં 590ની ક્ષમતા સામે 350 દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કુલ કેસનો આંક 27 હજારને પાર થતા હાલ 1398 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો:ભરૂચમાં સેકન્ડ વેવમાં કોરોના બન્યો વધુ ઘાતક, છેલ્લા 19 દિવસમાં કોરોનાનાં કુલ 349 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લાના 13 દર્દીઓએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો